IPL 2020: આજે પણ નહીં જાહેર થાય IPLનો કાર્યક્રમ, ક્રિકેટપ્રેમીઓને જોવી પડશે કાલ સુધી રાહ

Published: Sep 05, 2020, 17:06 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

હવે કાર્યક્રમ રવિવારે એટલે કે 6 સપ્ટેમ્બરના રોજ જાહેર થશે

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ મહામારી વચ્ચે UAEમાં 19 સપ્ટેમ્બરથી યોજાનાર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના કાર્યક્રમના શેડ્યૂલ માટે ક્રિકેટ ચાહકોએ હજુ રાહ જોવી પડશે. IPL 2020નો કાર્યક્રમ આજે એટલે કે શનિવારે જાહેર થવાનો હતો. પરંતુ હવે તે આજે જાહેર નહીં થાય. હવે IPL 2020નો કાર્યક્રમ રવિવારે એટલે કે 6 સપ્ટેમ્બરના રોજ જાહેર થશે

6 સપ્ટેમ્બરના રોજ IPL 2020નો કાર્યક્રમ જાહેર થશે આ અંગે જાણકારી IPLના ગર્વનિંગ કાઉન્સિલના ચેરમેન બ્રિજેશ પટેલે આપી છે. આ પહેલા બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ 4 સપ્ટેમ્બરે ટૂર્નામનેન્ટનો સંપૂર્ણ કાર્યક્રમ જાહેર થશે તેમ જણાવ્યું હતું.

આમ તો બીસીસીઆઈ દ્વારા ઉદ્ઘાટન મેચ અને ટૂર્નામેન્ટની ફાઈનલની તારીખ અગાઉથી જ જાહેર કરી દેવામાં આવી છે. 19 સપ્ટેમ્બરથી શરુ થનારી આઈપીએલની 13મી સીઝનનો ફાઈનલ મુકાબલો 10 નવેમ્બરે રમાશે.

આઈપીએલ નજીક છે તેમ છતાં ટુર્નામેન્ટના અધિકૃત કાર્યક્રમની માહિતી હજી સુધી જાહેર થઈ નથી. ફ્રેન્ચાઈઝી BCCI ઉપર દબાણ કરી રહી છે, પરંતુ બોર્ડ પહેલા સ્વાસ્થ્ય સંબંધિત મુદ્દાઓનો ઉકેલ લાવવા માગે છે. આઇપીએલની ૧૩મી સીઝન માટે દરેક ફ્રૅન્ચાઇઝી યુએઈ પહોંચી ગઈ છે અને તેમણે તૈયારી શરૂ કરી દીધી છે. આઈપીએલ ટૂર્નામેન્ટ ત્રણ જગ્યા પર આયોજિત કરવામાં આવશે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK