IPL 2020: રાજસ્થાન રૉયલ્સ સાત વિકેટે જીતી

Published: 30th October, 2020 23:02 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

ક્રિસ ગેઈલની 99 રનની ઈનિંગ નકામી ગઈ

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP) અને રાજસ્થાન રૉયલ્સ (RR)ની અબુ ધાબીમાં મેચ યોજાઈ હતી, જેમાં ટોસ હારીને પહેલી બેટિંગ કરતા KXIPએ ચાર વિકેટે 185 રન કર્યા હતા. RRના દરેક બેટ્સમેને સારી બેટિંગ કરતા આ ટાર્ગેટને 17 ઓવર ત્રણ બોલમાં જ ત્રણ વિકેટ ગુમાવીને પુરો કર્યો હતો.

પહેલી ઈનિંગમાં કૅપ્ટન કેએલ રાહુલ 41 બોલમાં ત્રણ ફોર અને બે સિક્સ મારીને 46 રન, મંદિપ શૂન્ય ક્રિસ ગેઈલ માત્ર એક રન માટે સેન્ચ્યુરી ચૂક્યો હતો. તેણે 63 બોલમાં છ ફોર અને આઠ સિક્સ મારીને 99 રન કર્યા હતા. પૂરણ 10 બોલમાં ત્રણ સિક્સ મારીને 22 રને આઉટ થયો હતો. અંતે ગ્લેન મેક્સવેલ છ રન અને દિપક હૂડા એક રને નોટઆઉટ રહ્યા હતા.

gayle

રાજસ્થાન રૉયલ્સના બોલર્સમાં જોફ્રા આર્ચરે ચાર ઓવરમાં 26 રન આપીને બે વિકેટ, એરોન ચાર ઓવરમાં 47 રન, કાર્તિક ત્યાગી પણ ચાર ઓવરમાં 47 રન, શ્રેયસ ગોપાલે એક ઓવરમાં 10 રન, બેન સ્ટોક્સે ચાર ઓવરમાં 32 રન આપીને બે વિકેટ અને રાહુત તિવેતિયાએ ત્રણ ઓવરમાં 22 રન આપ્યા હતા.

RRની શરૂઆત સારી રહી હતી. રોબિન ઉથ્થપા 23 બોલમાં એક ફોર અને બે સિક્સ મારીને 30 રન, બેન સ્ટોક્સ 26 બોલમાં છ ફોર અને ત્રણ સિક્સ મારીને 50 રન, સંજુ સેમસન 25 બોલમાં ચાર ફોર અને ત્રણ સિક્સ મારીને 48 રને આઉટ થયો હતો. અંતે કૅપ્ટન સ્ટીવ સ્મિથે 20 બોલમાં પાંચ ફોર મારીને 31 રન અને જોસ બટલરે 11 બોલમાં એક ફોર અને બે સિક્સ મારીને 22 રને નોટઆઉટ રહ્યા હતા.

KXIPમાં મુરુગન અશ્વિને ચાર ઓવરમાં 43 રન આપીને એક વિકેટ, રવિ બિશ્નોઈએ ચાર ઓવરમાં 27 રન, મોહમ્મદ શામીએ ત્રણ ઓવરમાં 36 રન, અર્ષદિપ સિંહે ત્રણ ઓવરમાં 34 રન અને ક્રિસ જોર્ડને ત્રણ ઓવર ત્રણ બોલમાં 44 રન આપીને એક વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK