IPL 2020: લેગ સ્પિનર સામે રોહિત લાચાર

Published: 21st September, 2020 10:18 IST | IANS | Dubai

આઇપીએલની ૧૩મી સીઝનના પહેલા જ બૉલમાં બાઉન્ડરી ફટકારીને મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન રોહિત શર્માએ શાનદાર શરૂઆત કરી હતી.

 રોહિત શર્મા
રોહિત શર્મા

આઇપીએલની ૧૩મી સીઝનના પહેલા જ બૉલમાં બાઉન્ડરી ફટકારીને મુંબઈ ઇન્ડિયન્સના કૅપ્ટન રોહિત શર્માએ શાનદાર શરૂઆત કરી હતી. આ સાથે આ સીઝનનો પહેલો રન અને પહેલી બાઉન્ડરી હિટમૅન રોહિતના નામે થઈ ગયા હતા, પણ પાંચમી ઓવરમાં કૅચ આપી બેસતાં સીઝનનો પહેલો આઉટ થનાર બૅટ્સમૅન પણ તે બન્યો હતો.
ધોનીની જાળમાં ફસાયો રોહિત

ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ બિછાવેલી જાળમાં રોહિત બરાબરનો ફસાઈ ગયો હતો. ધોની રોહિતની કમજોરી બરાબર જાણતો હતો એટલે તરત જ પાંચમી ઓવરમાં લૅગ સ્પિનર પીયૂષ ચાવલાને બોલિંગ-અટૅકમાં બોલાવ્યો હતો અને હરહમેશ મુજબ સફળ પણ થયો હતો. આ સાથે રોહિત ૨૦૧૭ આઇપીએલ બાદ કુલ અને હાઇએસ્ટ નવમી વાર લેગ સ્પિનરના બૉલમાં આઉટ થયો હતો. આ બાબતમાં બીજા નંબરે ૮-૮વાર આઉટ થઈને એ. બી. ડિવિલિયર્સ અને રૉબિન ઉથપ્પા સયુંક્ત રીતે બીજા નંબરે છે.

તકનો લાભ ન લઈ શક્યા બૅટ્સમેનો : રોહિત
ચેન્નઈ સામેની હાર માટે રોહિત શર્માએ બૅટ્સમેનોને જવાબદાર ગણાવતાં કહ્યું હતું કે ‘અમે સારી શરૂઆતને જાળવી ન શક્યા. રાયુડુ અને ફૅફ ડુ પ્લેસિસ જેવી સમજદારીભરી બૅટિંગ અમારા બૅટ્સમેનો ન કરી શક્યા. જોકે હજી શરૂઆત છે અને આશા રાખું કે આ મૅચમાંથી બોધપોઠ લઈને બાકીની મૅચમાં શાનદાર પર્ફોર્મ કરીશું.’

મુંબઈની આઠમી સીઝન, આઠમી ઓપનિંગ હાર

મુંબઈની ટીમ ફરી પાછી આરંભે જ ઢીલી સાબિત થઈ છે અને હાર સાથે નવી સીઝનની શરૂઆત કરી હતી. આ સિલસિલો ૨૦૧૩થી ચાલી આવ્યો છે. જોકે આગલી ૭ સીઝનમાં પહેલી મૅચમાં હાર્યા છતાં ચાર-ચાર વાર ચૅમ્પિયન બનીને મુંબઈએ શાનદાર કમબૅક પણ કર્યું છે.
૨૦૧૩- બૅન્ગલોર સામે બે રનથી હાર
૨૦૧૪- કલકત્તા સામે ૪૧ રનથી હાર
૨૦૧૫- કલકત્તા સામે ૭ વિકેટથી હાર
૨૦૧૬- પુણે સામે ૯ વિકેટથી હાર
૨૦૧૭- પુણે સામે ૭ વિકેટથી હાર
૨૦૧૮- ચેન્નઈ સામે એક વિકેટથી હાર
૨૦૧૯- દિલ્હી સામે ૩૭ રનથી હાર
૨૦૨૦- ચેન્નઈ સામે પાંચ વિકેટથી હાર

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK