આદત ન છૂટે, ફ્લૉપ ઉથપ્પા મનાઈ હોવા છતાં બૉલ પર થૂંક લગાડતાં પકડાયો

Published: 2nd October, 2020 15:27 IST | Gujarati Mid-day Correspondent | Dubai

બુધવારે કલકત્તા સામેની મૅચ દરમ્યાન રાજસ્થાનનો રૉબિન ઉથપ્પા બૉલ પર લાળ લગાડતો કૅમેરામાં ઝડપાઈ ગયો હતો.

રૉબિન ઉથપ્પા
રૉબિન ઉથપ્પા

બુધવારે કલકત્તા સામેની મૅચ દરમ્યાન રાજસ્થાનનો રૉબિન ઉથપ્પા બૉલ પર લાળ લગાડતો કૅમેરામાં ઝડપાઈ ગયો હતો. ઉલ્લેખનીય છે કે ઇન્ટરનૅશનલ ક્રિકેટ કાઉન્સિલે કોરોના વાઇરસથી બચવા માટે બૉલ પર થૂંક લગાડવાનો પ્રતિબંધ મૂક્યો છે. જોકે બોલર બૉલને ચમકાવવા માટે પસીનાનો ઉપયોગ કરી શકે છે. ત્રીજી ઓવરમાં સુનીલ નારાયણનો એક સિમ્પલ કૅચ છોડ્યા બાદ જ્યારે ઉથપ્પા બોલર તરફ પાછો ફેંકતાં પહેલાં આદત પ્રમાણે બૉલને ચમકાવવા એના પર થૂંક લગાડતો જોવા મળ્યો હતો. નિયમ એવો છે કે ટીમને ઇનિંગમાં બે વાર આ સંદર્ભે ચેતવણી આપવામાં આવે છે અને જો ત્રીજી વાર આ ભૂલ થાય તો પાંચ રનની પેનલ્ટી લગાડવામાં આવી શકે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK