IPL 2020: વિરાટ સેનાનો 37 રને વિજય

Updated: 10th October, 2020 23:19 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કૅપ્ટન કોહલીના 52 બોલમાં 90 રન

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને ચેન્નઈ સુપર કિંગ્સ (CSK)ની મેચમાં પહેલી બેટિંગ કરતા આરસીબીએ ચાર વિકેટે 169 રન કર્યા હતા, જેની સામે સીએસકે આઠ વિકેટે 132 રન જ કરી શકી હતી.

આરસીબીના દેવદત્ત પડીક્કલે 34 બોલમાં 33 રન, ફિન્ચ નવ બોલમાં ફક્ત બે રને આઉટ થયો હતો, ડી વિલીયર્સ ખાતૂ ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો, જ્યારે વોશિંગ્ટન સુંદર 10 બોલમાં 10 રન કરી શક્યો હતો. અંતે કૅપ્ટન વિરાટ કોહલીએ 52 બોલમાં ચાર ફોર અને ચાર સિક્સ સાથે 90 રન અને શિવમ દુબે 14 બોલમાં બે ફોર અને એક સિક્સ મારીને 22 રને નોટઆઉટ રહ્યા હતા.

kholi

સીએસકેમાં ચહરે ત્રણ ઓવરમાં 10 રન આપીને એક વિકેટ, સેમ ક્યુરને ચાર ઓવરમાં 48 રન આપીને એક વિકેટ, ઠાકુરે ચાર ઓવરમાં 40 રન આપીને બે વિકેટ, બ્રાવોએ ત્રણ ઓવરમાં 29 રન, શર્માએ ચાર ઓવરમાં 34 રન અને જાડેજાએ બે ઓવરમાં સાત રન આપ્યા હતા.

બીજી ઈનિંગમાં ચેન્નઈ સુપર કિંગ્સના શેન વોટસને 18 બોલમાં 14 રન, ફેફ ડુ પ્લેસિસ 10 બોલમાં આઠ રન, જગદીશન 28 બોલમાં ચાર ફોર મારીને 33 રન, ધોની છ બોલમાં 10 રન, સેમ ક્યુરન શૂન્ય, રાયડુ 40 બોલમાં 42 રન, બ્રાવો સાત રન, જાડેજા સાત રન અને દિપક ચહરે પાંચ રન અને શાર્દુલ ઠાકુરે એક રન કર્યા હતા.

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરના બોલર્સમાં નવદિપ સૈનીએ ચાર ઓવરમાં 18 રન આપ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે ચાર ઓવરમાં 35 રન આપીને એક વિકેટ, ક્રિસ મોરીસે ચાર ઓવરમાં 19 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. વોશિંગ્ટન સુંદરે ત્રણ ઓવરમાં 16 રન આપીને બે વિકેટ, શિવમ દુબેએ એક ઓવરમાં 14 રન અને ઉદાનાએ ચાર ઓવરમાં 30 રન આપીને એક વિકેટ લીધી હતી.

First Published: 10th October, 2020 23:13 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK