IPL 2020: પહેલા છાતીમાં બોલ વાગ્યો, પછી લીધો બદલો

Published: 3rd October, 2020 20:26 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

વિરેન્દ્ર સહેવાગે તેની સ્ટાઈલમાં વખાણ કર્યા

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં રાજસ્થાન રૉયલ્સની આજે રૉયલ ચેલેન્જર્સ સામે હારી હતી. પહેલી બેટિંગ કરતા રાજસ્થાન રૉયલ્સે છ વિકેટે 154 રન કર્યા હતા, આ ટાર્ગેટ રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરે સરળતાથી પુરો કર્યો હતો. જોકે પહેલી ઈનિંગની છેલ્લી ઓવરમાં એક ઘટના બની હતી જેની નોંધ હાલ સોશ્યલ મીડિયામાં લેવાઈ રહી છે. પૂર્વ ક્રિકેટર વિરેન્દ્ર સહેવાગે પણ તેની સ્ટાઈલમાં વખાણ કર્યા હતા.

છેલ્લી ઓવરના બીજા બોલમાં નવદીપે ફૂલટોસ ફેક્યો જે રાહુલ તેવતિયાના છાતી ઉપર લાગ્યો હતો. રાહુલને એટલો દુખાવો થયો કે તે સિંગલ રન લેવાને બદલે ત્યાં જ બેસી ગયો હતો. નવદીપ અને અન્ય પ્લેયર્સ તેની પાસે પહોંચ્યા અને તેને ગંભીરપણે વાગ્યુ તો નથી ને તે જોતા હતા.

આ પછીના બીજા બંને બોલમાં રાહુલે સીક્સ મારીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. વિરેન્દ્ર સહેવાગે પણ ટ્વીટ કર્યું કે ફક્ત શારજહામાં જ નહીં તે (રાહુલ તેવતિયા) અબુ ધાબીમાં પણ મારી શકે છે. ઈલાકા ભલે ભલે બદલાય પણ ઈરાદા બદલાતા નથી.

દેવદત પડીક્કલે 45 બોલમાં છ ફોર અને એક સિક્સ મારીને 63 રન કર્યા હતા. વિરાટ કોહલીએ 53 બોલમાં સાત ફોર અને બે સિક્સ મારીને 72 રન કર્યા હતા. બંનેની 99 રનની ભાગીદારીથી આરસીબી આ મેચ સરળતાથી જીતી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK