IPL 2020 : રાજસ્થાનનું ટેન્શન વધ્યું, બટલર પહેલી મૅચમાંથી આઉટ

Published: Sep 21, 2020, 10:10 IST | IANS | Dubai

બટલર એની રીતે અલગ આવ્યો હોવાથી તેણે ફરજિયાત ૬ દિવસ કવૉરન્ટીન રહેવું પડશે.

બટલર
બટલર

બીમાર પિતાની સેવામાં રહેલા ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ આવવાની અનિશ્ચિતતા અને કૅપ્ટન સ્ટીવ સ્મિથની ઇન્જરીથી ચિંતાતુર રાજસ્થાન માટે વધુ એક મોકાણના સમાચાર આવ્યા છે. વિકેટકીપર બૅટ્સમૅન જોશ બટલર પહેલી મૅચમાં નહીં રમી શકે. સ્પેશ્યલ ફૅમિલીને લઈને આવવાનો હોવાથી ટીમ સાથે મોડો જોડાવાનો હોવાથી જરૂરી ૬ દિવસનો કવૉરન્ટીન પિરિયડને લીધે આવતી કાલની ચેન્નઈ સામેની મૅચ માટે તે ઉપલબ્ધ નથી. બબલ સાથે સ્પેશ્યલ ચાર્ટર્ડ પ્લેનમાં આવેલા ખેલાડીઓને ક્રિકેટ બોર્ડે કવૉરન્ટીન પિરિયડ ૬ દિવસને બદલે ૩૬ કલાકનો કરી આપ્યો હતો, પણ બટલર એની રીતે અલગ આવ્યો હોવાથી તેણે ફરજિયાત ૬ દિવસ કવૉરન્ટીન રહેવું પડશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK