Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > સીઝન શરૂ કરવા માટે IPL પર્ફેક્ટ છે, પણ એ પહેલાં કૅમ્પ જરૂરી છે:દીપક ચહર

સીઝન શરૂ કરવા માટે IPL પર્ફેક્ટ છે, પણ એ પહેલાં કૅમ્પ જરૂરી છે:દીપક ચહર

06 June, 2020 11:10 AM IST | New Delhi
Agencies

સીઝન શરૂ કરવા માટે IPL પર્ફેક્ટ છે, પણ એ પહેલાં કૅમ્પ જરૂરી છે:દીપક ચહર

દીપક ચહર

દીપક ચહર


ભારતીય ક્રિકેટ ટીમના પ્લેયર દીપક ચહરનું કહેવું છે કે સીઝનની શરૂઆત કરવા માટે આઇપીએલ એકદમ પર્ફેક્ટ છે પણ એ પહેલાં કૅમ્પ યોજવો જરૂરી છે. ચાહરને ડિસેમ્બર ૨૦૧૯માં સ્ટ્રેસ ફ્રૅક્ચર થયું હતું. હાલના કોરોનાને કારણે મળેલા બ્રેકમાં તે પોતાની લોઅર બૅન્ક અને ઍક્શન પર કામ કરી રહ્યો છે. ચહરના મતે આવતા ત્રણ-ચાર મહિનામાં પૂરેપૂરો રિકવર થઈ જશે. પોતાની ઇન્જરી અને આઇપીએલ વિશે વાત કરતાં ચહરે કહ્યું કે ‘મને થયેલી ઈજામાંથી સંપૂર્ણપણે સારો થતાં હજી ત્રણ-ચાર મહિના લાગશે છતાં હું ડરી રહ્યો છું, કારણ કે મારી કરીઅરનો આ સૌથી મહત્ત્વનો તબક્કો છે જ્યાં આઇપીએલમાં પણ હું સારું પર્ફોર્મ કરી રહ્યો છું. લૉકડાઉન શરૂ થયું હતું ત્યારે હું ફિટ હતો, પણ અમને કહેવામાં આવ્યું કે તમારે ઘરમાં જ રહેવાનું છે. સતત રમી રહ્યા હોવાને કારણે અઢી વર્ષ પહેલાં પણ હું ઈજાગ્રસ્ત થયો હતો. જ્યાં સુધી આઇપીએલની વાત છે તો આપણે ધીમે-ધીમે સિસ્ટમમાં કમબૅક કરવું જોઈએ. મારા ખ્યાલથી સીઝનની શરૂઆત કરવા માટે આઇપીએલ પર્ફેક્ટ છે. રિધમમાં આવવા માટે એ પ્લેયરોને મદદ કરશે. જો બ્રેક પછી પ્લેયર તરત જ વન-ડે ટેસ્ટ રમવા લાગી જાય તો તેમના શરીર પર વજન આવવા માંડે છે. આઇપીએલમાં માત્ર બોલરો નહીં, દરેક ક્રિકેટરને ટૉપ ક્લાસની સ્પર્ધામાં રમતા જોઈ શકાય છે, પણ એ બધા પહેલાં પ્રોપર કૅમ્પ યોજવો જરૂરી છે જેથી પ્લેયર પોતાનો લય પાછો મેળવી શકે.’


Whatsapp-channel Whatsapp-channel

06 June, 2020 11:10 AM IST | New Delhi | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK