કોરોના સામે સ્માર્ટ રિંગ પહેરીને ફાઇટ આપશે મુંબઈ ઇન્ડિયન્સ

Published: Sep 06, 2020, 11:08 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

ઇન્ડિયન પ્રીમિયર લીગની તૈયારી લગભગ દરેક ટીમે શરૂ કરી દીધી છે, એવામાં કોરોના સામે ફાઇટ આપવા માટે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે સ્પેશ્યલ સ્માર્ટ રિંગનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.

મુંબઈ ઇન્ડિયન્સ
મુંબઈ ઇન્ડિયન્સ

ઇન્ડિયન પ્રીમિયર લીગની તૈયારી લગભગ દરેક ટીમે શરૂ કરી દીધી છે, એવામાં કોરોના સામે ફાઇટ આપવા માટે ડિફેન્ડિંગ ચૅમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સે સ્પેશ્યલ સ્માર્ટ રિંગનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. ટીમનો દરેક મેમ્બર આ રિંગ પહેરીને પોતાનું વ્યક્તિગત સ્વાસ્થ્ય ટ્રેસ કરી શકશે. આ પહેલાં ભારતીય ક્રિકેટ બોર્ડે ટીમને બ્લુટૂથ ઇનેબલ્ડ રેસિંગ ડિવાઇસ ઉપલબ્ધ કરાવ્યાં છે જેમાં પ્લેયરે પોતાની ડેઇલી ફિટનેસ ઍપ્લિકેશન દ્વારા ભરવાની રહેશે. આ પ્રકારની સુવિધાથી દરેક પ્લેયર પોતાનું સ્વાસ્થ્ય જાતે તપાસી શકશે અને કોરોનાથી બચવા માટે યોગ્ય પગલાં લઈ શકશે. પ્રાપ્ત જાણકારી પ્રમાણે આ રિંગ વ્યક્તિના હાર્ટ રેટ, હાર્ટ રેટમાં આવતું વેરિયેશન, રેસ્પોરેટરી રેટ અને બૉડી-ટેમ્પરેચર જેવા મહત્ત્વના આંકડા દર્શાવશે. આ પ્રકારનું ડિવાઇસ નૅશનલ બાસ્કેટબૉલ અસોસિએશને પણ બનાવ્યું છે.

આ ઉપરાંત મુંબઈ ઇન્ડિયન્સ પોતાના બાયો બબલ એન્વાયર્નમેન્ટને તપાસી રહી છે. કેટલાક પ્લેયરના જણાવ્યા પ્રમાણે તેમની પાસે પીપીઈ, માસ્ક, ફેસ શીલ્ડ અને ત્રણ જોડી ગ્લવ્ઝ ઉપલબ્ધ છે. આ બધાં સાધનો પહેર્યા બાદ સામે કયો પ્લેયર છે એ ઓળખવું પણ ક્યારેક અઘરું થઈ પડે છે, પણ સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ પગલાં લેવાં જરૂરી છે. પ્લેયરોએ મુંબઈ ઇન્ડિયન્સ મૅનેજમેન્ટ દ્વારા લેવામાં આવી રહેલાં સ્વાસ્થ્ય સંબંધી આ પગલાંઓને વધાવ્યાં હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK