IPL 2020: ગેઈલ અને મનદિપ વચ્ચે 100 રનની પાર્ટનરશીપ

Updated: 26th October, 2020 23:01 IST | Gujarati Mid-day Online Correspondent | UAE

કિંગ્સ ઈલેવન પંજાબનો આઠ વિકેટે વિજય

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વીટર અકાઉન્ટ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં આજે કોલકાતા નાઈસ રાઈડર્સ (KKR) અને કિંગ્સ ઈલેવન પંજાબ (KXIP)ની શારજહામાં રમાયેલી મેચમાં ટોસ હારીને પહેલી બેટિંગ કરતા કેકેઆરે નવ વિકેટે 149 રન કર્યા હતા. આ ટાર્ગેટ KXIPએ 8 વિકેટ ગુમાવીને પુરો કર્યો હતો.

morgan

પહેલી ઈનિંગમાં શુભગ ગીલ 45 બોલમાં ત્રણ ફોર અને ચાર સિક્સ મારીને 57 રન, નીતિશ રાણા અને દિનેશ કાર્તિક શૂન્ય, ત્રિપાઠી સાત રન, કૅપ્ટન ઓઈન મોર્ગન 25 બોલમાં પાંચ ફોર અને બે સિક્સ મારીને 40 રન, સુનિલ નારાયણ અને નાગરકોટી છ રન, ક્યુમિન્સ એક રન અને ચક્રવર્તી બે રને આઉટ થયા હતા. અંતે લોકી ફર્ગ્યુસને 13 બોલમાં ત્રણ ફોર અને એક સિક્સ મારીને 24 રન કર્યા હતા.

KXIPમાં ગ્લેન મેક્સવેલે બે ઓવરમાં 21 રન આપીને એક વિકેટ, મોહમ્મદ શામી ચાર ઓવરમાં 35 રન આપીને ત્રણ વિકેટ, અર્ષદિપ સિંહ બે ઓવરમાં 18 રન, એમ અશ્વિન ચાર ઓવરમાં 27 રન આપીને એક વિકેટ, ક્રિસ જોર્ડન ચાર ઓવરમાં 25 રન આપીને બે વિકેટ અને રવિ બિશ્નોઈએ ચાર ઓવરમાં 20 રન આપીને બે વિકેટ લીધી હતી, જેમાં એક મેડેન ઓવરનો પણ સમાવેશ હતો.

gayle

બીજી ઈનિંગમાં કૅપ્ટન કેએલ રાહુલ 25 બોલમાં ચાર ફોર મારીને 28 રન, ક્રિસ ગેઈલ 29 બોલમાં બે ફોર અને પાંચ સિક્સ મારીને 51 રન, મનદિપ સિંહે 56 બોલમાં આઠ ફોર અને બે સિક્સ મારીને 66 રન અને નિકોલસ પૂરણે બે રન કર્યા હતા. ગેઈલ અને મનદિપ વચ્ચે 100 રનની પાર્ટનરશીપ થઈ હતી.

વરૂણ ચક્રવર્તીએ ચાર ઓવરમાં 34 રન આપીને 1 વિકેટ, પેટ ક્યુમિન્સે ચાર ઓવરમાં 31 રન, સુનિલ નારાયણે ચાર ઓવરમાં 27 રન, પ્રસિદ્ધ કૃષ્ણાએ ત્રણ ઓવરમાં 24 રન અને લોકી ફર્ગ્યુસને ત્રણ ઓવર પાંચ બોલમાં 32 રન આપીને એક વિકેટ લીધી હતી.

First Published: 26th October, 2020 22:53 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK