IPL 2020: ધોનીનો આ કૅચ વીડિયો થઈ રહ્યો છે વાયરલ, અહીં જુઓ વીડિયો

Published: 5th October, 2020 14:40 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

આ વખતે ધોનીએ શાનદાર કૅચ પકડીને કેએલ રાહુલ (KL Rahul)ને પવેલિયનનો રસ્તો બતાવ્યો. સોશિયલ મીડિયા (Social Media)પર આ વીડિયો ખૂબ જ વાયરલ (Video Viral) થઈ રહ્યો છે.

IPL 2020: ધોનીનો આ કૅચ વીડિયો થઈ રહ્યો છે વાયરલ, અહીં જુઓ વીડિયો
IPL 2020: ધોનીનો આ કૅચ વીડિયો થઈ રહ્યો છે વાયરલ, અહીં જુઓ વીડિયો

ચેન્નઇ સુપર કિંગ્સ (Chennai Super Kings)ના કૅપ્ટન એમ એસ ધોની (Captain M.S. Dhoni)આઇપીએલ (IPL)માં 100 કૅચ (100 Catch)પકડનારો બીજો વિકેટ કીપર (2nd Wicket Keeper) બની ગયો છે. રવિવારે કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab) વિરુદ્ધ ધોની (Dhoni)એ હવામાં ઉછળીને કેએલ રાહુલ (K.L. Rahul)નો ચોંકાવનારો કૅચ પકડ્યો છે. મેચ સંપૂર્ણ રીતે સીએસકે (CSK)ના નામે હતી. પહેલા બૉલર્સે શાનદાર બૉલિંગ કરી અને પછી શેન વૉટસન (Shane Watson) અને ફાફ ડુ પ્લેસિસે (Faf Du Plessis) ધમાકેદાર બેટિંગ કરી, જેને કારણે સીએસકે (CSK)એ કિંગ્સ ઇલેવન પંજાબ (Kings XI Punjab)ને 10 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. એમએસ ધોની (MS Dhoni)એ શાનદાર બેટિંગની સાથે સાથે વિકેટકીપિંગમાં જલવા વિખેર્યા. આ વખતે તેણે શાનદાર કૅચ પકડીને કેએલ રાહુલ (KL Rahul)ને પવેલિયનનો રસ્તો બતાવ્યો. સોશિયલ મીડિયા (Social Media)પર આ વીડિયો ખૂબ જ વાયરલ (Video Viral) થઈ રહ્યો છે.

17 ઓવરમાં કિંગ્સ ઇલેવન પંજાબ 152 રન્સ બનાવી ચૂકી હતી. એવામાં મોટો સ્કોર બનાવવાથી અટકાવવા માટે સીએસકેને વિકેટની જરૂરિયાત હતી. કેએલ રાહુલ 63 રન પર રમી રહ્યો હતો. ધોનીએ શાર્દુલ ઠાકુરને બૉલ આપ્યો. તેણે પહેલા જ બૉલમાં નિકોલસ પૂરનને આઉટ કર્યો. પછી બીજા બૉલમાં રાહુલે ઑફ સાઇડ પર શૉટ રમવાનો પ્રયત્ન કર્યો, પણ બૉલ એજ લઇને પાછળ નીકળી ગયો. એમએસ ધોનીએ હવામાં ઉછળીને આ કૅચ પકડ્યો.

સ્કોર બૉર્ડમાં સૌથી નીચે રહેલી બે ટીમોની મેતમાં ચેન્નઇ 179 રન્સના ટારગેટને અચીવ કરતા ડુ પ્લેસિસ નોટ આઉટ 87 અને વૉટસન નોટઆઉટ 83 વચ્ચે પહેલી વિકેટની 181 રન્સની અતૂટ પાર્ટનરશિપને કારણે 17.4 ઓવરમાં કોઇપણ વિકેટના નુકસાને 181 રન્સ બનાવીને જીત નોંધાવી. વૉટસને 53 બૉલમાં પોતાની બૅટિંગમાં ત્રણ સિક્સર્સ અને 11 ચોગ્ગા માર્યા જ્યારે ડુ પ્લેસિસે 53 બૉલમાં 11 ચોગ્ગા એક સિક્સર માર્યો.

વૉટ્સન અને ડુ પ્લેસિસની આ પાર્ટનરશિપ સુપરકિંગ્સ તરફથી કોઇપણ વિકેટની સૌથી મોટી પાર્ટનરશિપ છે. આ બન્નેએ માઇકલ હસી અને મુરલી વિજને પાછળ મૂક્યા જેમણે 2011માં 159 રન્સની પાર્ટનરશિપ કરી હતી. પંજાબની ટીમની આ સતત ત્રીજી અને પાંચ મેચમાંની ચોથી હાર છે. ચેન્નઇની ટીમે પાંચ મેચમાં બીજી જીત મેળવી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK