IPL 2020: KXIPના બૉલર્સ દિલ્હી કૅપિટલ્સ ઉપર ભારે પડ્યા

Published: Sep 20, 2020, 21:09 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

પંજાબ કિંગ્સ ઈલેવનને જીતવા માટે 158 રનનો ટાર્ગેટ, છેલ્લી ઓવરમાં દિલ્હી કૅપિટલ્સે 30 રન ફટકાર્યા

શેલ્ડન કોટરલ અને મોહમ્મદ શમી
શેલ્ડન કોટરલ અને મોહમ્મદ શમી

આજે દુબઈમાં આઇપીએલની ૧૩મી સીઝનમી બીજી મૅચમાં દિલ્હી કૅપિટલ્સ અને કિંગ્સ ઇલેવન પંજાબ વચ્ચે ટક્કર થઈ હતી. ગઈ સીઝનનો પર્ફોર્મન્સ જોતાં પંજાબ સામે દિલ્હીનો હાથ ઉપર રહેવાની શક્યતા લાગી રહી હતી અને તે સાચી પડતા પણ પહેલી ઈનિંગ જોતા શરૂઆતમાં તો એમ લાગ્યું નહોતું, જોકે માર્ક્સ સ્ટોઈનિસે આક્રમક બેટિંગ કરીને મેચ સ્કોર સ્પર્ધાત્મક બનાવ્યો હતો. માત્ર 20 બૉલમાં તેણે અર્ધ શતક પુરો કર્યો હતો. તેમ જ છેલ્લી ઓવરમાં દિલ્હી કૅપિટલ્સે 30 રન ફટકાર્યા હતા.

પહેલી ચાર ઓવરમાં જ દિલ્હી કૅપિટલ્સના ટોપ-3 બેટ્સમેન પેવેલિયન ભેગા થયા હતા. પૃથ્વી શો નવ બૉલમાં પાંચ રન, ધવન શૂન્ય ઉપર રનઆઉટ થયો, જ્યારે હૅટમાયર 13 બોલમાં ફક્ત સાત રન, રિષભ પંથ 29 બોલમાં 31 રન, શ્રેયસ ઐયર 32 બોલમાં ત્રણ છગ્ગા મારીને 39 રન, અક્ષર પટેલ નવ બોલમાં માત્ર છ રન, અશ્વિન છ બોલમાં ચાર રન ઉપર આઉટ થયો હતો. માર્ક્સ સ્ટોઈનિસે આક્રમક બેટિંગ કરતા સાત ફોર અને ત્રણ સિક્સ સાથે 21 બોલમાં 53 રન કર્યા હતા.

પંજાબ કિંગ્સ ઈલેવનની બોલીંગ સારી રહી હતી પરંતુ કૃષ્ણપ્પા ગોથમે ચાર ઓવરમાં 39 રન આપ્યા હતા. જ્યારે મોહમ્મદ શમીએ શ્રેષ્ઠ બૉલીંગ કરીને ચાર ઓવરમાં માત્ર 15 રન આપીને ત્રણ વિકેટ લીધી હતી. રવિ બિશોઈએ ચાર ઓવરમાં 22 રન આપીને એક વિકેટ લીધી, શેલ્ડન કોટરલે ચાર ઓવરમાં 24 રન આપીને બે વિકેટ લીધી હતી. ક્રિસ જોર્ડને સૌથી વધુ ચાર ઓવરમાં 56 રન આપ્યા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK