IPL 2020: Video જુઓ કેમ પંડ્યા બ્રધર્સ લડી પડ્યા ક્રિકેટ મેદાન પર જ

Published: 12th October, 2020 21:59 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

ક્રુણાલ પંડ્યાનો બૉલ પર દિલ્હીના કૅપ્ટન શ્રેયસ અય્યરે ઑફ સાઇડમાં શૉટ માર્યો અને ઝડપથી રન લેવા માટે દોડ્યો. અય્યર દ્વારા મારવામાં આવેલો શૉટ હાર્દિક પાસે ગયો.

પંડ્યા ભાઇઓ
પંડ્યા ભાઇઓ

દિલ્હી કૅપિટલ્સ (Delhi Capitals) વિરુદ્ધ મેચમાં મુંબઇ ઇન્ડિયન્સ (Mumbai Indians) (MI vs DC)ને શાનદાર 5 વિકેટ્સથી જીત મળી હતી. મુંબઇ તરફથી સૂર્યકુમાર યાદવ અને ક્વિંટન ડીકૉકે હાફ સેન્ચુરી રમીને ટીમને જીત અપાવી. જીત સાથે જ મુંબઇ આઇપીએલ 2020ના પૉઇન્ટ્સ ટેબલ પર નંબર 1 પર પહોંચી ગઈ છે. આ મેચ દરમિયાન મુંબઇ ઇન્ડિયન્સના દિગ્ગજ હાર્દિક પંડ્યા (Hardik Pandya) પોતાના જ ભાઇ ક્રુણાલ પંડ્યા સાથે ઝગડતો જોવા મળ્યો. બન્ને વચ્ચે દિલ્હીની મેચ દરમિયાન સામાન્ય વાદવિવાદ થયેલો મળ્યો, જેણે ચાહકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષિત કર્યું. હકીકતે થયું એમ કે ક્રુણાલ પંડ્યાનો બૉલ પર દિલ્બીના કૅપ્ટન શ્રેયસ અય્યરે ઑફ સાઇડમાં શૉટ માર્યો અને ઝડપથી રન લેવા માટે દોડ્યો. અય્યર દ્વારા મારવામાં આવેલો શૉટ હાર્દિક પાસે ગયો.

હાર્દિકે ફરી ઝડપથી થ્રૉ નૉન સ્ટ્રાઇક તરફ ફેંક્યો, હાર્દિક દ્વારા થ્રો ફેંકતો જોઇ ક્રુણાલે નો-નો કહ્યું, પણ ત્યાં સુધીમાં હાર્દિક થ્રો ઝડપથી ફેંકી ચૂક્યો હતો. એવામાં ક્રુણાલ પોતાના ભાઇ દ્વારા ફેંકવામાં આવેલા થ્રોને પકડી શક્યો નહીં, જેના કારણે ઓવરથ્રોમાં શ્રેયસ 2 રન્સ માટે દોડી ગયો.

ક્રુણાલ દ્વારા થ્રો ન પકડાયાને કારણે હાર્દિક નિરાશ થયેલો દેખાયો અને ગુસ્સામાં પોતાના ભાઇને કંઇક કહેતો જોવા મળ્યો. ક્રુણાલે પણ પોતાના નાના ભાઇના ગુસ્સા પર રિએક્ટ કર્યું અને કોમેન્ટ કરતો જોવા મળ્યો. જો કે બન્ને ભાઇની નિરાશા વધારે વાર સુધી ટકી નહીં. પણ ક્રિકેટ ચાહકો બન્ને ભાઇઓને આ પ્રકારનો વિવાદ કરતા જોઇને ચોંકી ગયા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK