IPL 2020: કલકત્તાને મળ્યા ગુડ ન્યુઝ, સુનીલ નારાયણ ટેન્શન-ફ્રી

Published: 19th October, 2020 22:32 IST | IANS | Dubai

કલકત્તા એના ઇન્જર્ડ થઈને આઉટ થઈ ગયેલા અમેરિકન પેસબોલર અલી ખાનની જગ્યાએ ન્યુ ઝીલૅન્ડના હાર્ડહિટર વિકેટકીપર-બૅટ્સમૅન ટિમ સીફર્ટને સાઇન કર્યો છે.

સુનીલ નારાયણ
સુનીલ નારાયણ

કલકત્તાને ગઈ કાલે મહામૂલી જીત મળ્યા પહેલાં પણ એક મોટા ગુડ ન્યુઝ મળ્યા હતા. તેમના સ્ટાર સુનીલ નારાયણની બોલિંગ-ઍક્શનને સસ્પેક્ટેડ બોલિંગ-ઍક્શન કમિટી તરફથી ક્લિયરન્સ મળી ગયું હતું અને તે હવે ટેન્શન-ફ્રી થઈને બોલિંગ કરી શકશે. ૧૦ ઑક્ટોબરે પંજાબ સામેની મૅચ દરમ્યાન નારાયણની બોલિંગ-ઍક્શન શંકાસ્પદ હોવાનો રિપોર્ટ અમ્પાયર્સે આપ્યો હતા. કલકત્તાઅે આ બાબતે અપીલ કરવા ઉપરાંત તેને બે મૅચમાં રમાડવાનું રિસ્ક પણ નહોતું લીધું.

કલકત્તામાં ટિમ સીફર્ટ
કલકત્તા એના ઇન્જર્ડ થઈને આઉટ થઈ ગયેલા અમેરિકન પેસબોલર અલી ખાનની જગ્યાએ ન્યુ ઝીલૅન્ડના હાર્ડહિટર વિકેટકીપર-બૅટ્સમૅન ટિમ સીફર્ટને સાઇન કર્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK