IPL 2020: વિનિંગ ટીમ, રનર અપને એવૉર્ડ સેરેમનીમાં મળ્યા છે આટલા નાણાં

Published: 11th November, 2020 17:25 IST | Gujarati Mid-day Online Correspondent | Abu Dhabi

ચેમ્પિયન ટીમ મુંબઈ ઈન્ડિયન્સને ઈનામમાં મળ્યા છે 20 કરોડ રૂપિયા

પ્રતીકાત્મક તસવીર
પ્રતીકાત્મક તસવીર

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 13મી સીઝન એટલે કે IPL 2020નો અંત આવ્યો છે. સીઝનના અંતમાં શુભેચ્છાઓ સાથે અનેક ભેટ અને પ્રાઈઝ મનીનો પણ વરસાદ થયો છે. આવો એક નજર કરીએ કઈ ટીમને મળી કેટલી પ્રાઈઝ મની...

ગઈ કાલે મુંબઈ ઇન્ડિયન્સે પાંચમી વાર ટ્રોફી પોતાના નામે કરી. મુંબઈને આ જીતથી અધધ રૂ. 20 કરોડની ઇનામી રકમ મળી, જ્યારે રનરઅપ દિલ્હીને 12.5 કરોડ રૂપિયા મળ્યા. ક્વોલિફાયરમાં પહોંચનારી અન્ય બે ટીમ- સનરાઇઝર્સ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને પણ 8.75-8.75 કરોડની મોટી રકમ મળી. આ ઉપરાંત ફાઈનલમાં મેન ઓફ ધ મેચ બનવા બદલ ટ્રેન્ટ બોલ્ટ (30 રનમાં ત્રણ વિકેટ)ને પાંચ લાખ રૂપિયા, ગેમ ચેન્જર ઓફ મેચ તરીકે રોહિત શર્મા (51 બોલમાં 68 રન)ને એક લાખ, સુપર સ્ટ્રાઇકર ઓફ ધ મેચ તરીકે ઈશાન કિશન (19 બોલમાં 33 રન)ને એક લાખ રૂપિયા, લેટ્સ ક્રેક ઇટ સિક્સ માટે રોહિત શર્મા (ચાર છગ્ગા)ને એક લાખ રૂપિયા, પાવર પ્લેયર ઓફ ધ મેચ માટે ટ્રેન્ટ બોલ્ટ (30 રનમાં ત્રણ વિકેટ)ને એક લાખ રૂપિયાની રકમ મળી.

એવોર્ડ વિજેતા  રૂપિયા
ચેમ્પિયન

મુંબઈ ઈન્ડિયન્સ

 20 કરોડ
રનર અપ દિલ્હી કેપિટલ્સ  12.5 કરોડ
લૂઝિંગ ક્વોલિફાયર

સનરાઈઝર્સ હૈદ્વાબાદ

 8.75 કરોડ
લૂઝિંગ ક્વોલિફાયર

રોયલ ચેલેન્જર્સ બેન્ગલોર

 8.75 કરોડ
પર્પલ  કેપ   કાગિસો રબાડા  10 લાખ
ઓરેન્જ કેપ કેએલ રાહુલ  10 લાખ
ઇમર્જિંગ પ્લેયર દેવદત્ત પડિક્કલ  10 લાખ
મોસ્ટ વેલ્યૂએબલ પ્લેયર જોફ્રા આર્ચર  10 લાખ
ગેમ ચેન્જર ઓફ ધ સિઝન કેએલ રાહુલ  10 લાખ
સુપર સ્ટ્રાઇકર ઓફ ધ સિઝન કિરોન પોલાર્ડ  10 લાખ
સૌથી વધુ છગ્ગા ઈશાન કિશન  10 લાખ
પાવર પ્લેયર ઓફ ધ સિઝન ટ્રેન્ટ બોલ્ટ  10 લાખ
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK