IPL 2020: કિંગ્સ ઈલેવન પંજાબ 97 રને જીતી

Published: 24th September, 2020 22:48 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

રૉયલ ચેલેન્જર્સ બેંગલોરની શરૂઆત નબળી રહી હતી. પહેલા ચાર રન ઉપર જ ત્રણ વિકેટ પડી

તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વિટર અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ આઈપીએલનું ટ્વિટર અકાઉન્ટ

આજે દુબઈમાં આઇપીએલ (IPL 2020)માં આ સીઝનની છઠ્ઠી મૅચમાં રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોર અને કિંગ્સ ઇલેવન પંજાબ ટકરાઈ હતી. બન્ને ટીમની આ બીજી મૅચ હતી. બૅન્ગલોરે ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ સાથે પહેલી મૅચમાં હૈદરાબાદને હરાવીને સીઝનની શાનદાર શરૂઆત કરી હતી, જ્યારે પંજાબે દિલ્હી સામે જીતેલી બાઝી ગુમાવી દીધી હતી. એ ટાઇ મૅચમાં પંજાબ ૩ બૉલમાં જરૂરી એક રન નહોતો કરી શકી અને અમ્પાયરે આપેલા શૉર્ટ-રન નિર્ણય સામે તેમણે ભારે ઊહાપોહ મચાવ્યો હતો. પહેલી બેટિંગ કરતા કિંગ્સ ઈલેવન પંજાબે 20 ઓવરમાં 206 રન કર્યા હતાં.

207 રન કરવા માટે મેદાનમાં આવેલા રૉયલ ચેલેન્જર્સ બેંગલોરની શરૂઆત નબળી રહી હતી. પહેલા ચાર રન ઉપર જ ત્રણ વિકેટ પડી જતા મેચ કિંગ્સ ઈલેવન પંજાબના હાથમાં હોવાનું જણાયુ હતું.  દેવદત પડ્ડીકલ એક રન, ફીન્ચ 20 રન, ફિલિપ શૂન્ય, વિરાટ કોહલી એક રન, ડી વિલિયર્સ 28 રને આઉટ થયો હતો. શિવ દુબે 12 રન, ઉમેશ યાદવ શૂન્ય અને અંતે વોશિંગટન સુંદર 30 રનમાં આઉટ થયો હતો. અંતે 109 રને ઓલઆઉટ થઈ ગયા હતા.

રવિ બિશ્નોઈએ ચાર ઓવરમાં 32 રન કરીને ત્રણ વિકેટ લીધી હતી. કોટરલે બે વિકેટ, શામીએ એક વિકેટ, અશ્વિને ત્રણ વિકેટ અને ગ્લીન મેક્સવેલે એક વિકેટ લીધી હતી.

કિંગ્સ ઈલેવન પંજાબમાં સૌથી વધુ રન કૅપ્ટન લોકેશ રાહુલે 69 બોલમાં 14 ફોર અને સાત સિક્સ સાથે 132 રન કર્યા હતા. મયંક અગ્રવાલે, 26 રન, નિકોલસ પૂરને 17 રન, મેક્સવેલે પાંચ રન અને કરૂણ નાયરે 15 રન કર્યા હતા.

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરમાં શ્રેષ્ઠ બોલીંગ શિવમ દુબેની હતી, તેણે ત્રણ ઓવરમાં 33 રન આપીને બે વિકેટ લીધી હતી. જ્યારે યુઝવેન્દ્ર ચહલે ચાર ઓવરમાં 25 રન આપીને એક વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK