IPL 2020: સ્ટોક્સની ઉપલબ્ધતા હજી પણ અનિશ્ચિતઃ રાજસ્થાન રૉયલ્સના કોચ

Published: Sep 16, 2020, 16:55 IST | IANS | London

રાજસ્થાન રૉયલ્સના કોચ ઍન્ડ્રુ મૅક્‍ડોનલ્ડનું કહેવું છે કે બેન સ્ટોક્સ આઇપીઅલની આ સીઝનમાં રમશે કે નહીં એ હજી અનિશ્ચિત છે

બેન સ્ટોક્સ
બેન સ્ટોક્સ

રાજસ્થાન રૉયલ્સના કોચ ઍન્ડ્રુ મૅક્‍ડોનલ્ડનું કહેવું છે કે બેન સ્ટોક્સ આઇપીઅલની આ સીઝનમાં રમશે કે નહીં એ હજી અનિશ્ચિત છે. પિતાની તબિયત નાદુસ્ત હોવાથી સ્ટોક્સ પાકિસ્તાન સામેની બીજી અને ત્રીજી ટેસ્ટ મૅચ છોડીને પરિવાર પાસે ન્યુ ઝીલૅન્ડ જતો રહ્યો હતો.
મૅક્‍ડોનલ્ડનું કહેવું છે કે સ્ટોક્સ સૌથી પહેલાં પોતાના પરિવાર વિશે વિચારે છે. આ તેને માટે કપરો સમય છે. અમે તેને શક્ય એટલો સમય આપવા તૈયાર છીએ અને અમારાથી બનશે એટલો સપોર્ટ કરવા અમે તૈયાર છીએ. હજી પણ અમને નથી ખબર કે સ્ટોક્સ આઇપીએલ રમશે કે નહીં? તે જેમ કહેશે એના આધારે અમે નિર્ણય લઈને આગળ વધીશું. રાજસ્થાનનો પહેલો મુકાબલો ચેન્નઈ સાથે ૨૨ સપ્ટેમ્બરે થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK