સરકારે આપી પરવાનગી, UAEમાં થશે IPL2020,મેચના સમયમાં ફેરફાર

Published: Aug 02, 2020, 22:04 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

આ લીગની ફાઇનલ મેચ 10 નવેમ્બરના આયોજિત કરવામાં આશે. આ વખતે મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

આઇપીએલ 2020
આઇપીએલ 2020

આઇપીએલ(IPL) ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં IPLની 13મી સીઝનને લઈને ઘણાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે. ભારત સરકાર તરફથી આઇપીએલની આ સીઝન યૂએઇ(UAE)માં કરાવવાની પરવાનગી આપી દેવામાં આવી છે અને આ વખતે આ લીગ 19 સપ્ટેમ્બરથી 10 નવેમ્બર સુધી રમાશે. એટલે કે આ લીગની ફાઇનલ મેચ 10 નવેમ્બરના આયોજિત કરવામાં આશે. આ વખતે મેચના સમયમાં ફેરફાર કરવામાં આવ્યા છે.

આ સીઝનમાં દસ દિવસમાં બે મેચનું આયોજન કરવામાં આવ્યું છે. જે દિવસે બે મેચ હશે ત્યારે પહેલી મેચ ભારતીય સમય પ્રમાણે 3.30 વાગ્યે શરૂ થશે જ્યારે બીજી મેચ સાંજે 7.30 વાગ્યાથી રમાશે. આ પહેલા જે દિવસે બે મેચ થવાની હોય ત્યારે તે દિવસની પહેલી મેત 4 વાગ્યાથી રમાતી હતી અને બીજી મેચ સાંજે 8 વાગ્યે શરૂ થતી. આ સિવાય આ સીઝનમાં જે દિવસે એક મેચ હશે તે સાંજે 7.30 ભારતીય સમય પ્રમાણે શરૂ કરી દેવામાં આવશે. આ પહેલાની સીધનમાં જે દિવસે એક મેચ હતી તે 8 વાગ્યે શરૂ કરવામાં આવતી હતી.

લીગની શરૂઆતની મેચ કોઇપણ દર્શકો વિના કરાવવામાં આશે. તો અમુક મેચ થયા પછી એ વાતનો નિર્ણય લેવામાં આવશે કે દર્શકોને સ્ટેડિયમમાં મેચ જોવાની પરવાનગી આપવામાં આવશે કે નહીં. આ સિવાય એ વાત પર પણ સહેમતિ દર્શાવાઇ છે કે કોવિડ-19 મહામારીથી સંક્રમિત ખેલાડીને રિપ્લેસ કરવામાં આવશે. આ બેઠકમાં એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે બધાં સ્પૉન્સર્સને રિટેન કરવામાં આવે જેમાં ચાઇનીઝ કંપનીઓ પણ સામેલ છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK