IPL 2020: બોલિંગ, બૅટિંગ અને ફીલ્ડિંગમાં હશો માહેર તો કરશે તમારી પસંદગી માહી

Published: 22nd September, 2020 10:32 IST | IANS | Dubai

ચેન્નઈના પેસ બોલર દીપક ચાહરનું કહેવું છે કે ત્રણેય ડિપાર્ટમેન્ટમાં યોગદાન આપી શકનાર ખેલાડીઓને કૅપ્ટન ધોની વધુ પસંદ કરે છે

દીપક ચાહર
દીપક ચાહર

ચેન્નઈ સુપર કિંગ્સના પેસર દીપક ચાહરનું કહેવું છે કે દરેક ડિપાર્ટમેન્ટમાં સારા હોય એવા પ્લેયર્સને ધોની વધુ પ્રેફરન્સ આપે છે. દીપક ચાહર ગઈ સીઝનમાં ચેન્નઈ વતી ૧૭ મૅચમાં ૨૨ વિકેટ લઈને ૭.૬૩ની બેસ્ટ ઇકૉનૉમી રેટ ધરાવે છે. આ વિશે વાત કરતાં ચાહરે કહ્યું કે ‘મને લાગે છે કે દરેક ડિપાર્ટમેન્ટમાં સારા હોય એવા પ્લેયર્સને ધોની વધારે પંસદ કરે છે. બૅટિંગ, બોલિંગ અને ફીલ્ડિંગ એમ ત્રણેય ડિપાર્ટમેન્ટમાં પોતાનું યોગદાન આપનાર પ્લેયર તેને વધારે ગમે છે. કદાચ બોલરનો દિવસ ખરાબ હોય તો તે એકાદ-બે સારા કૅચ પકડીને બાજી પલટી શકે છે અથવા ચોગા-છગ્ગા ફટકારીને મેચ જિતાડી શકે છે. અમારી ટીમ તરફ જોશો તો ખબર પડશે કે દરેક ડિપાર્ટમેન્ટમાં મોટા ભાગના પ્લેયર્સ સારું પર્ફોર્મ કરે છે. ટી૨૦ ફૉર્મેટમાં એવા જ ખેલાડીની જરૂર હોય છે. આઇપીએલમાં એવી ઘણી ટીમ છે જેમની બૅટિંગ અને બોલિંગ લાઇનઅપ ઘણી સારી છે, પણ એ લાઇન અમુક પ્લેયર્સ પર જ આધાર રાખે છે. જો તેઓ સારું રમે તો એકલાહાથે મૅચ જીતી શકે છે અથવા તો ફ્લૉપ ગયા તો ટીમે જીત માટે સ્ટ્રગલ કરવી પડે છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK