IPL 2020: ચેન્નઈ સુપર કિંગ્સને જીતવા માટે 163 રનનો ટાર્ગેટ

Published: 19th September, 2020 21:23 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

કેપ્ટન રોહિત શર્મા અને વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોક એ સારી ઓપનિંગ કરી હતી

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની ૧૩મી સીઝનની પહેલી મેચની શરૂઆત 19 સપ્ટેમ્બરના રોજ અબુધાબીમાં ચાર આઇપીએલ ટાઈટલ સાથે મુંબઈ ઇન્ડિયન્સ (Mumbai Indians) ચેન્નઈ સુપર કિંગ્સ (Chennai Super Kings) સાથે કરી છે.પહેલી બેટિંગ કરીને મુંબઈ ઈન્ડિયને ચેન્નઈ સુપર કિંગ્સને રનનો ટાર્ગેટ આપ્યો છે.

કેપ્ટન રોહિત શર્મા(Rohit Sharma) અને વિકેટકીપર-બેટ્સમેન ક્વિન્ટન ડી કોક (Quinton De Kock)એ સારી ઓપનિંગ કરી હતી. 4.4 ઓવરમાં 46 રનની પાર્ટનરશીપ કર્યા બાદ પહેલા રોહિત 10 બૉલમાં 12 રન કરીને આઉટ થયો જ્યારે તે પછીની ઑવરના પહેલા જ બૉલમાં ક્વિન્ટન ડી કોક 20 બૉલમાં 33 રન કરીને આઉટ થયો હતો. ત્યારબાદ સૌરભ તિવારી ત્રણ ફોર અને એક સિક્સ મારીને 42 રન, હાર્દિક પંડ્યા બે સિક્સ મારીને 10 બૉલમાં 14 રન પર અને તેનો ભાઈ કૃણાલ પંડ્યા ત્રણ રન પર આઉટ થયો હતો. કાયર્ન પોલાર્ડ  14 બોલમાં એક ફોર અને એક સિક્સ ફટકારીને 18 રન જેમ્સ પેટિસન આઠ બોલમાં 11 રન, ટ્રેન્ટ બોલ્ટ પહેલા જ બોલ ઉપર આઉટ થયો અને અંતે રાહુલ ચહર ચાર બોલમાં બે રન અને જસપ્રિત બુમરાહ ત્રણ બોલમાં પાંચ રન ઉપર નોટઆઉટ હતા.

ચેન્નઈના બોલર્સની વાત કરીએ તો રવિન્દ્ર જાડેજાએ 4 ઓવરમાં 42 રન આપીને બે વિકેટ લીધી હતી. પિયુષ ચાવલાએ ચાર ઓવરમાં માત્ર 21 રન આપીને 1 વિકેટ લીધી હતી. સેમ ક્યુરને 4 ઓવરમાં 28 રન આપીને એક વિકેટ, લુંગી નેગિડીએ 4 ઓવરમાં 38 રન આપીને ત્રણ વિકેટ અને દિપક ચહરે ચાર ઓવરમાં 32 રન આપીને બે વિકેટ લીધી હતી.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK