IPL 2020: નાની વાતોને સુધારી એથી સફળતા મળીઃ એમ એસ ધોની

Published: 6th October, 2020 17:01 IST | IANS | Dubai

પંજાબ સામે ૧૦ વિકેટથી વિજય મળ્યા બાદ ધોનીએ કહ્યું...

એમ એસ ધોની
એમ એસ ધોની

પંજાબ સામે ૧૦ વિકેટથી વિજય મળ્યા બાદ ચેન્નઈના કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ કહ્યું કે ‘નાની વાતો સરખી રીતે કરી છે, જે ઘણી મહત્ત્વની હતી. જે રીતે અમે શરૂઆત કરી એની આવશ્યકતા હતી. અમે આવી જ રમત આગળ પણ બતાવીશું. અમે ખેલાડીઓની પસંદગીમાં સાતત્યત જાળવ્યું છે. જોકે એનું શ્રેય કોચ સ્ટીફન ફ્લેમિંગને મળવું જોઈએ. અમારી એક યોજના હતી. અમારી ચર્ચાઓ જરૂર થતી હતી, પરંતુ યોજના એક જ હતી અને એવા અમારા સંબધ છે.’
અગાઉ મળેલી હાર વિશે વાત કરતાં ધોનીએ કહ્યું હતું કે ‘શરૂઆતની ૩થી ૪ મૅચમાં અમારે હરીફ ટીમને શરૂઆતમાં નિયંત્રણમાં રાખવાની જરૂર હતી. ત્યાર બાદ દબાણ વધારવાનું હતું. દરેક ટીમમાં આક્રમક બૅટ્સમેનો છે જે બોલરોની હાલત બગાડી નાખે છે, પરંતુ અમારા બોલરોએ સારું પ્રદર્શન કર્યું હતું. વૉટ્સન અને ડુ પ્લેસિસે એવી રમત બતાવી જેને માટે તેઓ જાણીતા હતા.’
વૉટ્સનના ફૉર્મ વિશે ધોનીએ કહ્યું હતું કે માત્ર આક્રમક હોવું પૂરતું નથી. નેટમાં પણ તે સારી રીતે બૅટિંગ કરતો હતો. ફૅફ ડુ પ્લેસિસ વિશે ધોનીએ કહ્યું હતું કે તે અમારા માટે મહત્ત્વનો ખેલાડી છે. મિડલ ઓવર્સમાં સારું રમે છે. પોતાના શૉટ્સ દ્વારા બોલરોને મૂંઝવણમાં નાખી દે છે. મૅન ઑફ ધ મૅચ જાહેર થયેલા વૉટ્સને કહ્યું હતું કે શરૂઆતની મૅચોમાં હું લયમાં નહોતો એથી હવે સારું લાગે છે. બૉલને હું સારી રીતે ફટકારી શક્યો.
હારને કારણે નિરાશ થયેલા પંજાબના કૅપ્ટન લોકેશ રાહુલે કહ્યું કે ‘આટલી બધી મૅચ હારવાને કારણે બહુ ખરાબ લાગે, પરંતુ અમે હજી વધુ મહેનત કરીશું. આ કોઈ રૉકેટ સાયન્સ નથી. અમને ખબર છે કે અમે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK