IPL 2020: ક્રિસ મૉરિસને લીધે બોલિંગ-અટૅક વધુ મજબૂત: વિરાટ કોહલી

Published: 14th October, 2020 15:06 IST | IANS | Sharjah

ક્રિસ મૉરિસ ટીમમાં આવી જતાં અમારો બોલિંગ-અટૅક વધુ મજબૂત થઈ ગયો છે. અમે ૧૯૪ રનનો સ્કોર બનાવીને ખુશ હતા.’

વિરાટ કોહલી
વિરાટ કોહલી

કલકત્તા સામે મસમોટી ૮૨ રનથી જીત મળ્યા બાદ ખુશખુશાલ બૅન્ગલોરના કૅપ્ટન વિરાટ કોહલીઅે કહ્યું હતું કે સાઉથ આફ્રિકન ઑલરાઉન્ડર ક્રિસ મૉરિસના સમાવેશથી ટીમનો બોલિંગ-અટૅક વધુ મજબૂત થઈ ગયો છે. કલકત્તા જેવી મજૂબત બેટિંગ-સાઇડને માત્ર ૧૧૨ રન પર રોકવા વિશે વિરાટે કહ્યું હતું કે ‘મજબૂત ટીમ સામે અમારી જીત અદ્ભુત હતી. અમારે આ અઠવાડિયામાં ચાર મૅચ રમવાની હોવાથી એની શરૂઆત શાનદાર કરવી જરૂરી હતી. ક્રિસ મૉરિસ ટીમમાં આવી જતાં અમારો બોલિંગ-અટૅક વધુ મજબૂત થઈ ગયો છે. અમે ૧૯૪ રનનો સ્કોર બનાવીને ખુશ હતા.’
કોહલીએ એબી ડિવિલિયર્સની ઇનિંગ્સને અદ્ભુત ગણાતી હતી અને કહ્યું હતું કે તેને લીધે જ અમે ૧૯૪ સુધી પહોંચી શક્યા હતા

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK