IPL 2020: લારાની સલાહ, રાહુલે કીપિંગ છોડી દેવું જોઈએ

Published: 8th October, 2020 14:17 IST | IANS | New Delhi

વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ લેજન્ડરી ક્રિકેટર બ્રાયન લારાએ તાજેતરમાં લોકેશ રાહુલ અને રિષભ પંત વિશે પોતાના વિચાર પ્રગટ કર્યા હતા.

બ્રાયન લારા
બ્રાયન લારા

વેસ્ટ ઇન્ડીઝના ભૂતપૂર્વ લેજન્ડરી ક્રિકેટર બ્રાયન લારાએ તાજેતરમાં લોકેશ રાહુલ અને રિષભ પંત વિશે પોતાના વિચાર પ્રગટ કર્યા હતા. હાલમાં ચાલી રહેલી આઇપીએલમાં પંજાબના કૅપ્ટન લોકેશ રાહુલે પાંચ મૅચમાં એક સેન્ચુરી અને બે હાફ સેન્ચુરીની મદદથી કુલ સૌથી વધુ ૩૦૨ રન બનાવ્યા છે. તે વિકેટકીપિંગની જવાબદારી પણ નિભાવી રહ્યો છે. ઇન્ડિયન ટીમમાં પણ તેણે વિકેટકીપિંગ કર્યું છે. આ સંદર્ભે વાત કરતાં લારાએ કહ્યું કે ‘સૌથી પહેલાં તો હું કહેવા માગીશ કે લોકેશ રાહુલે ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં વિકેટકીપરને લઈને ચિંતા કરવાની કોઈ જરૂર નથી. તે એક ગ્રેટ બૅટ્સમૅન છે અને મને લાગે છે કે તેણે બૅટિંગ પર જ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ અને વધુ ને વધુ રન બનાવવા જોઈએ. જ્યાં સુધી રિષભ પંતની વાત છે તો વર્ષ પહેલાં હું તેના નામ પર ના પાડતો હતો, પણ આજે તે એક જવાબદારીભર્યા બૅટ્સમૅન તરીકે ઊભરી આવ્યો છે. દિલ્હી કૅપિટલ્સમાં તેને રમતો જુઓ તો લાગે છે કે હવે તે પોતે જવાબદારી ઉઠાવવા માગે છે, રન બનાવવા માગે છે અને ઇનિંગ બિલ્ડઅપ કરવા માગે છે. જો તે આવી જ રીતે રમતો રહ્યો હતો તો તે ભવિષ્યમાં જરૂર નંબર-વન બની શકશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK