IPL 2020: આ વર્ષે સટ્ટો નહીં રમાય?

Published: 16th September, 2020 21:17 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અજિત સિંહની નેજા હેઠળની બીસીસીઆઈની એન્ટી-કરપ્શન યુનિટ (ACU) સામે આ વખતે અલગ પડકાર છે. અમૂક ટુર્નામેન્ટમાં સટ્ટા વધ્યા હોવાથી આઈપીએલમાં પણ સટ્ટા થવાનો ભય છે

ફાઈલ તસવીર
ફાઈલ તસવીર

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020)માં સટ્ટો ન રમાય એ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ જરૂરી પગલા લઈ રહી છે.

તાજેતરમાં જ બોર્ડે લીગ દરમિયાન સટ્ટો ન થાય અને અન્ય ગેરકાયદેસર કામકાજને રોકવા માટે બ્રિટનની એક કંપની સ્પોર્ટરડાર સાથે કરાર કર્યો છે. આ કંપની ફ્રોડ ડિટેક્શન સિસ્ટમ (FDS) દ્વારા સર્વિસ આપશે. 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી આઈપીએલ 10 નવેમ્બર સુધી UAEમાં થશે.

અજિત સિંહની નેજા હેઠળની બીસીસીઆઈની એન્ટી-કરપ્શન યુનિટ (ACU) સામે આ વખતે અલગ પડકાર છે. અમૂક ટુર્નામેન્ટમાં સટ્ટા વધ્યા હોવાથી આઈપીએલમાં પણ સટ્ટા થવાનો ભય છે.

સૂત્રોએ કહ્યું કે, આઈપીએલ માટે બીસીસીઆઈએ સ્પોર્ટરડાર સાથે કરાર કર્યો છે. તાજેતરમાં જ આ કંપનીએ ગોવા ફૂટબોલ લીગની અડધાથી વધુ મેચને શંકાથી જોઈ હતી. ફીફા, યુએફા (યુરોપની ફૂટબોલ સંસ્થા) અને વિશ્વની ઘણી લીગમાં આ કંપનીએ કામ કર્યું છે.

બીસીસીઆઈની ACUએ તામિલનાડુ પ્રીમિયર લીગ સહિત રાજ્યસ્તરની અમૂક ટી-20 લીગમાં સટ્ટાબાજી થયા હોવાનું શોધી કાઢ્યું હતું. એક મુખ્ય સટ્ટા કંપનીએ દાવ લગાડવાનું બંધ કરી દીધું હતું. સ્પોર્ટરડારે કહ્યું કે, FDS એક એવી સર્વિસ છે જેમાં સટ્ટાબાજી સંબંધિત હેરાફેરીને પકડી શકાય છે. તેથી મેચ ફિક્સિંગ માટે લગાડવામાં આવતી બોલી સમજવા માટે આ પ્રણાલી ઉપયોગી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK