IPL 2020: બોલરોની મહેનત પર પાણી ફેરવી નાખ્યું બૅટ્સમેનોએ

Published: 9th October, 2020 12:48 IST | IANS | Abu Dhabi

બુધવારે કલકત્તા સામે હાથમાં આવેલી બાજી ગુમાવ્યા બાદ બૅટ્સમેનોથી નારાજ ચેન્નઈના કૅપ્ટન ધોનીએ કહ્યું કે છેલ્લી ઓવર્સમાં અમારે થોડું ઇનોવેટિવ થવું જોઈતું હતું

મહેન્દ્ર સિંઘ ધોની
મહેન્દ્ર સિંઘ ધોની

બુધવારે કલકત્તા સામે જીત તરફ આસાનીથી આગળ વધી રહેલું ચેન્નઈ ૧૧ ઓવર બાદ ફસડાઈ પડ્યું અને આખરે એણે ૧૦ રનથી હાર જોવી પડી. ચેન્નઈની સીઝનની આ છઠ્ઠી મૅચમાં ચોથી હાર હતી. હૅટ-ટ્રિક હાર બાદ પંજાબ સામે ૧૦ રનથી જીત બાદ એવું લાગવા લાગ્યું કે ધોનીસેનાએ લય મેળવી લીધો છે અને હવે એને રોકવું મુશ્કેલ છે, પણ કલકત્તા સામેની દયનીય હાર બાદ ચેન્નઈની ભારે ટીકા થવા લાગી છે.
હારેલી બાજીને જીતમાં ફેરવવા માટે જાણીતા ચેન્નઈના કૅપ્ટને આ અણધાર્યા પરાજય બદલ બૅટ્સમેનોને જવાબદાર ગણાવ્યા હતા અને કહ્યું હતું કે બોલરોની મહેનત પર બૅટ્સમેનોએ પાણી ફેરવી દીધું. ધોનીઅે કહ્યું કે ‘મિડલ ઓવર્સમાં એક એવો તબક્કો આવ્યો હતો જ્યારે કલકત્તાના બોલેરોઅે બે-ત્રણ ઓવર સારી નાખી હતી અને ત્યાર બાદ અમે ત્રણેક વિકેટ ગુમાવી હતી. ખરેખર તો અમે ત્યાં જ હારી ગયા હતા. જો અમે ત્યાર પછી સંભાળીને બૅટિંગ કરી હોત તો કદાચ પરિણામ અલગ આવત. સૅમ કરેન અસરકારક રહ્યો હતો અને એકંદરે અમારા બોલરોનો પર્ફોર્મન્સ સારો હતો. ૧૬૦ રનની આસપાસનો ટાર્ગેટ સરળતાથી ચેઝ કરી શકાય અેવો હતો, પણ બૅટ્સમેનોઅે બોલરોની મહેનત પર પાણી ફેરવી દીધું હતું. છેલ્લી ઓવર્સમાં અમે ભાગ્યે જ બાઉન્ડરી ફટકારી શક્યા હતા. તેઓ બૅક ઑફ લેન્ગ્થ અટૅક કરતા હતા અને અમારે અમારા શૉટ્સમાં થોડું ઇનોવેટિવ થવું જોઈતું હતું, જે અમે ન કરી શક્યા.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK