IPL 2020 : આજે રાજસ્થાન સામે કોઈ અખતરા નહીં કરે બૅન્ગલોર

Published: 17th October, 2020 14:28 IST | Agencies | Mumbai

પંજાબ સામે ડિવિલિયર્સને મોડો મોકવલાની કિંમત ચૂકવ્યા બાદ વિરાટ વધુ સાહસ કરવાના મૂડમાં નથીઃ રાજસ્થાનને સ્મિથ અને સૅમસનના ફૉર્મની ચિંતા

આજે રાજસ્થાન સામે કોઈ અખતરા નહીં કરે બૅન્ગલોર
આજે રાજસ્થાન સામે કોઈ અખતરા નહીં કરે બૅન્ગલોર

આઇપીએલમાં આજે દુબઈમાં દિવસના પ્રથમ મુકાબલામાં રૉયલ ટક્કર જામવાની છે. ઘણા સમય બાદ બૅલૅન્સ લાગી રહેલી બૅન્ગલોર અત્યાર સુધીમાં આઠ મૅચમાંથી પાંચ જીતીને ટૉપ ફોરમાં છે, જ્યારે રાજસ્થાન આઠમાંથી પાંચ હારીને સેકન્ડલાસ્ટ સાતમા નંબરે છે. બન્ને ટીમે તેમની છેલ્લી મૅચમાં હાર જોવી પડી છે. બૅન્ગલોરનો પંજાબ સામે છેલ્લા બૉલમાં ૮ વિકેટે અને રાજસ્થાનનો દિલ્હી સામે ૧૩ રનથી પરાજય થયો હતો.
બન્ને ટીમ વચ્ચેની આ સીઝનની પહેલી ટક્કરમાં બૅન્ગલોરે વિરાટ કોહલી અને દેવદત્ત પડિક્કલની મદદથી ૮ વિકેટ શાનદાર વિજય મેળવ્યો હતો.
પંજાબ સામે તેમના સ્ટાર અને છેલ્લી મૅચમાં અફલાતૂન ઇનિંગ્સ રમનાર એબી ડિવિલિયર્સને બૅટિંગમાં મોડો મોકલીને તેમ જ ઇન-ફૉર્મ વૉશિંગ્ટન સુંદરને ક્રિસ ગેઇલ માટે બચાવી રાખાવાની ભૂલ ભારે પડી હતી. છેલ્લે ડિવિલિયર્સ ફક્ત બે જ રન બનાવી શક્યો હતો, જ્યારે સુંદરને ગેઇલે ચાર-ચાર સિક્સર ફટકારીને બરાબરનો ફટકાર્યો હતો.
બૅન્ગલોરે આ વખતે ટૉપ ઑર્ડર બૅટ્સમેનો દેવદત્ત પડિક્કલ, ઍરોન ફિન્ચ, વિરાટ કોહલી અને એબી ડિવિલિયર્સના શાનદાર ફૉર્મના જોરે પાંચ-પાંચ જીત મેળવી છે, જ્યારે રાજસ્થાને ખાસ કરીને ટૉપ ઑર્ડરના ધબડકાને લીધે પાંચ-પાંચ હાર જોવી પડી છે.
બીજી તરફ પેપર પર રાજસ્થાનની બૅટિંગ લાઇનઅપ સૌથી સ્ટ્રૉન્ગ લાગે છે, પણ કૅપ્ટન સ્ટીવ સ્મિથ અને સંજુ સૅમસન પહેલી બે મૅચમાં ધમાકા કર્યા બાદ સાવ જ ફ્લૉપ જતાં ટીમની શરૂઆત ખૂબ નબળી થઈ રહી છે. જોશ બટલર પણ સારી શરૂઆત બાદ વિકેટ ફેંકી રહ્યો છે અને સાત મૅચમાં અેક જ હાફ સેન્ચુરી ફટકારી શક્યો છે. મોડે-મોડે આવેલો વર્લ્ડ બેસ્ટ ઑલરાઉન્ડર પહેલી મૅચમાં ખાસ કંઈ ન કર્યા બાદ બીજી મૅચમાં ૪૧ રન સાથે ટચ મેળવ્યો હતો. મુસીબતમાં દરેક વખતે રાહુલ તેવટિયા ઉગારે અેવી અપેક્ષા રાજસ્થાન રાખે છે, પણ તેણે પંજાબ અને હૈદરાબાદ સામે ટીમની નૈયા પાર કરી બતાવી હતી, પણ છેલ્લે દિલ્હીના લજવાબ અટૅક સામે લાચાર બની રહ્યો હતો. બૉલિંગનો ભાર જોફ્રા આર્ચરના ખભા પર જ છે. જયદેવ ઉનડકટને ડ્રૉપ કર્યા બાદ કમબૅક કરતાં છેલ્લી બે મૅચમાં ઉપયોગી બની રહ્યો છે. સ્પિન અટૅક તેવટિયા અને શ્રેયસ ગોપાલ સંભાળી રહ્યા છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK