IPL 2020: વોર્નરને કોની યાદ સતાવે છે?

Published: 8th October, 2020 14:51 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

આ લીગમાં વિદેશી ખેલાડીઓ તેમના કુટુંબ સાથે આવે છે અને ભારતના વિવિધ સ્થળે ફરવા પણ જાય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મોટા ભાગના ખેલાડીઓ એકલા જ યુએઈમાં પહોંચ્યા છે

કેન્ડીસ વોર્નર
કેન્ડીસ વોર્નર

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL 2020) આ વખતે UAEમાં યોજાઈ રહી છે. સામાન્ય રીતે ભારતમાં યોજાતી આ લીગમાં વિદેશી ખેલાડીઓ તેમના કુટુંબ સાથે આવે છે અને ભારતના વિવિધ સ્થળે ફરવા પણ જાય છે. પરંતુ આ વખતે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને મોટા ભાગના ખેલાડીઓ એકલા જ યુએઈમાં પહોંચ્યા છે.

એવામાં  સનરાઈઝર્સ હૈદરાબાદ (SRH)ના કૅપ્ટન ડેવિડ વોર્નરને પોતાની પત્ની કેન્ડીસની યાદ સતાવી રહી છે. તેણે પત્ની પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરતા ઈન્સ્ટાગ્રામમાં એક પોસ્ટ મૂકી છે અને કેન્ડીસના અમૂક ફોટોઝ અપલોડ કર્યા છે.

વોર્નરે લખ્યું કે, શબ્દોમાં હું નહીં વર્ણવી શકું કે મને કેટલો ગર્વ છે તારા જેવી પત્ની મળવા બદલ. હુ કુટુંબથી દૂર છું એવામાં તું ત્રણ બાળકોની કાળજી લેવાની સાથે નિયમિત મહેનત પણ કરી રહી છે. વોર્નરે ઉમેર્યું કે, આ તસવીરો દર્શાવે છે કે તમે ચોક્કસ રૂટિન અને હૅલ્થી ચોઈસ અપનાવો તો સારા પરિણામ દેખાશે.

વોર્નરની આગેવાનીની SRH આ વખતે પાંચમાંથી બે મેચ જીતી છે અને પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે છે. 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK