IPL 2020: રસેલ છે કલકત્તાનું અમોઘ શસ્ત્ર

Published: Sep 16, 2020, 16:43 IST | IANS | Kolkata

કૅરિબિયન ઑલરાઉન્ડર ઉપરાંત નારાયણ, વર્લ્ડ કપ વિનર કૅપ્ટન મૉર્ગન અને સૌથી મોંઘા ખેલાડી કમિન્સ કિંગ ખાનની ટીમને ત્રીજી વાર આઇપીએલ ચૅમ્પિયન બનાવી શકે છે

આન્દ્રે રસેલ
આન્દ્રે રસેલ

બૉલીવુડના કિંગ ખાન શાહરુખ ખાનની માલિકીની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સ યુએઈમાં રમાનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં પોતાનું ત્રીજું ટાઇટલ જીતવા માટે પ્રયાસ કરશે. આ પહેલાં કલકત્તા ૨૦૧૨ અને ૨૦૧૪માં આઇપીએલ ટાઇટલ જીતવામાં સફળ
રહ્યું હતું.
કલકત્તા માટે તેમનો સૌથી મોટો સ્ટાર છે વેસ્ટ ઇન્ડીઝનો ઑલરાઉન્ડર આન્દ્રે રસેલ. રસેલ એકલા હાથે મૅચનું પાસું પલટી નાખવા સક્ષમ છે. જોકે કૅપ્ટન દિનેશ કાર્તિક તેમના આ અમોઘ શસ્ત્રનો કેટલી યોગ્ય રીતે ઉપયોગ કરે છે એ જોવું જરૂરી બની જશે. ગઈ સીઝનમાં રસેલને બૅટિંગક્રમમાં મોડો મોકલવા બદલ ટીમને ખૂબ નુકસાન થયું હતું અને કાર્તિકની કૅપ્ટન્સીની પણ ખૂબ ટીકા થઈ હતી. આ ઉપરાંત આઇપીએલના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોંઘો પ્લેયર ઑસ્ટ્રેલિયાનો પેટ કમિન્સ કલકત્તા ટીમ પાસે જ છે જેને તેમણે ૧૫.૫ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો.
દિનેશ કાર્તિકના નેતૃત્વવાળી ટીમમાં રસેલ અને કમિન્સ ઉપરાંત ઑલરાઉન્ડર સુનીલ નારાયણ પણ મૅચ-વિનર
ખેલાડી છે. એ ઉપરાંત ઇંગ્લૅન્ડને વર્લ્ડ ચૅમ્પિયન બનાવનાર ઓઇન મૉર્ગનનો સાથ કાર્તિક માટે ખૂબ ઉપયોગી
સાબિત થઈ શકે છે. આક્રમક બૅટિંગ ઉપરાંત કૅપ્ટન કૂલ તરીકે આજકાલ મૉર્ગન ખૂબ નામના મેળવી રહ્યો છે. યુવા ભારતીય ખેલાડીઓ નીતિશ રાણા અને શુભમન ગિલ પણ ટીમને યોગ્ય સપોર્ટ આપવા સક્ષમ છે.
બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો કમિન્સને લોકી ફર્ગ્યુસન અને યુવા ભારતીય પેસ બોલર પ્રસિદ્ધ ક્રિષ્નાનો સાથ મળી રહેશે. રસેલ જરૂર પડ્યે બોલિંગમાં પણ કમાલ કરી શકે છે. સ્પિન ડિપાર્ટમેન્ટમાં નારાયણના પાર્ટનર તરીકે ચાઇનામૅન બોલર કુલદીપ યાદવ મોજૂદ છે. જોકે ગઈ સીઝનમાં કુલદીપ યાદવનો પફર્ફોર્મન્સ ચિંતાજનક રહ્યો હતો.
પ્લસ પૉઇન્ટ
કલકત્તા નાઇટ રાઇડર્સની સૌથી મોટી તાકાત છે તેમના ઑલરાઉન્ડર રસેલ અને નારાયણ. રસેલ અને નારાયણ બે એવા પ્લેયર છે જે એકલા હાથે મૅચ જીતવાની ક્ષમતા ધરાવે છે. દિનેશ કાર્તિકને ઓઇન મૉર્ગન અને પેટ કમિન્સના અનુભવનો જબરદસ્ત લાભ મળી શકે એમ છે. વળી ધુઆંધાર બલ્લેબાજી કરી વિરોધી ટીમને હરાવી નાખવામાં આન્દ્રે રસેલ સંપૂર્ણપણે સક્ષમ છે.
માઇનસ પૉઇન્ટ
કલકત્તા નાઇટ રાઇડર્સની સૌથી મોટી ખામી એ મોટા ભાગે રસેલ પર જ ડિપેન્ડ છે. જો રસેલ ચાલ્યો તો કલકત્તાનો બેડો પાર, પણ રસેલની નિષ્ફતા ટીમના મનોબળ પર ભારે અસર કરતી જોવા મળી છે. ઉપરાંત સ્પિન ડિપાર્ટમેન્ટમાં નારાયણ અને કુલદીપ પર જ તેમણે ભરોસો રાખવો પડે એમ છે. જો કોઈ એક ફૉર્મ ન બતાવી શક્યું તો તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નથી. મિસ્ટરી સ્પિનર વરુણ ચક્રવર્તી હવે મિસ્ટરી નથી રહ્યો.
કલકત્તા નાઇટ રાઇડર્સની સ્ક્વૉડ
આન્દ્રે રસેલ, દિનેશ કાર્તિક
(કૅપ્ટન-વિકેટકીપર), અલી ખાન, કમલેશ નાગરકોટી, કુલદીપ યાદવ, લોકી ફર્ગ્યુસન, નીતિશ રાણા, પ્રસિદ્ધ કૃષ્ણા, રિન્કુ સિંઘ, સંદીપ વૉરિયર, શિવમ માવી, શુભમન ગિલ, સિદ્ધેશ લાડ, સુનીલ નારાયણ, પેટ કમિન્સ, ઓઇન મૉર્ગન, વરુણ ચક્રવર્તી, ટૉમ બેન્ટન, રાહુલ ત્રિપાઠી, ક્રિસ ગ્રીન, એમ. સિદ્ધાર્થ, નિખિલ નાઇક (વિકેટકીપર)

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK