IPL 2020: આઈપીએલમાં ભાગ લેનાર પ્રથમ અમેરિકન ખેલાડી બન્યો અલી ખાન

Published: Sep 12, 2020, 17:14 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

શાહરૂખ ખાનની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સ માટે રમશે

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ
તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL)ની 13મી સીઝન એટલે કે IPL 2020ને શરૂ થવામાં બસ ગણતરીના જ દિવસો બાકી છે. ત્યારે દરેક ટીમમાં નવા નવા ફેરફાર થઈ રહ્યાં છે. જે ફૅન્સમાં ઉત્સુકતા જગાડે છે. આવો જ એક ફેરફાર થયો છે બૉલીવુડના 'કિંગ ખાન' ગણતા શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની ટીમ કલકત્તા નાઇટ રાઇડર્સ (Kolkata Knight Riders)માં. ટીમે 29 વર્ષના ફાસ્ટ બૉલર અલી ખાન (Ali Khan)ને હેરી ગર્ની (Harry Gurney)ના સ્થાને રિપ્લેસ કર્યો છે. ઇન્ગલેંડના ગર્નીને ઈજા થવાને કારણે તે આઇપીએલમાંથી બહાર થઈ ગયા છે. આ સાથે જ અલી ખાન IPLમાં ભાગ લેનારા પહેલો અમેરિકન ખેલાડી બની ગયો છે.

અલીએ સીપીએલ 2020માં ત્રિનબાગો નાઇટ રાઇડર્સનુ પ્રતિનિધિત્વ કર્યુ હતું. તમને જણાવી દઇએ કે, કેરેબિયન પ્રિમીયર લીગનો ખિતાબ જીતવાવાળી ટીકેઆર અને કેકેઆરની માલિક કંપની એક જ છે. શાહરૂખ ખાન જ બન્ને કંપનીના માલિક છે. ત્રિનબાગોએ સીપીએલમાં 12 મૅચ જીતીને આ ખિતાબ જીત્યો હતો.

અલી ખાનની વાત કરીએ તો તે, સીપીએલના સર્વશ્રેષ્ઠ ફાસ્ટ બૉલરમાંથી એક છે. ગયા ત્રણ વર્ષમાં તેણે દુનિયાભરની ક્રિકેટ લીગમાં ભાગ લીધો અને રમ્યો હતો. તેણે 8 મૅચમાં 7.43 ઇકોનોમીથી આઠ વિકેટ લીધી હતી. ખાનની ખાસિયત તેની સ્પીડ છે. તે 140 કિલોમીટરની રફ્તારથી બૉલિંગ કરી શકે છે. તે છેલ્લી ઓવરમાં જ બૉલિંગ કરે છે. ખાનની યોર્કરને ઘણુ સારુ માનવામાં આવે છે.

અહેવાલો પ્રમાણે, અલી ખાનને બ્રાવો આઇપીએલમાં લઇને આવ્યો છે. બ્રાવો સાથે તેની મુલાકાત ગ્લોબલ ટી20 કેનેડામાં થઇ હતી. અલી બાંગ્લાદેશ પ્રિમીયર લિગ અને પાકિસ્તાન સુપર લિગમાં પણ રમી ચૂક્યો છે. પાકિસ્તાની પંજાબના એટકમાં જન્મ લેનાર અલી 18 વર્ષની ઉંમરથી માતા-પિતા સાથે અમેરિકા રહેવા જતો રહ્યો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK