IPL 2020: વિરાટ સૌથી ટ્રેન્ડી ક્રિકેટર તો ધોની સૌથી ઇનોવેટિવ

Published: 28th October, 2020 13:01 IST | Agencies | New Delhi

તાજેતરમાં ભારતનાં ૨૩ શહેરોમાંના ૬૦,૦૦૦ લોકોને લઈને કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કૅપ્ટન વિરાટ કોહલી સૌથી ટ્રેન્ડી છે

ધોની
ધોની

તાજેતરમાં ભારતનાં ૨૩ શહેરોમાંના ૬૦,૦૦૦ લોકોને લઈને કરવામાં આવેલા એક સર્વેમાં જાણવા મળ્યું હતું કે ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કૅપ્ટન વિરાટ કોહલી સૌથી ટ્રેન્ડી છે, જ્યારે ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોની સૌથી ઇનોવેટિવ સેલિબ્રિટી છે. આ રિસર્ચમાં ધોનીને ઇનોવેટિવ કહેનારા લોકોએ ૫૯ ટકા રેટિંગ આપ્યું હતું. આ સર્વેમાં કુલ ૧૮૦ જેટલી સેલિબ્રિટી જેમાં બૉલીવુડની ૬૯, ટેલિવિઝનની ૬૭ અને સ્પોર્ટ્સ ક્ષેત્રની ૩૭ જેટલી હસ્તીઓનો સમાવેશ હતો. ટ્રેન્ડ કરવામાં ઇન્ડિયન ક્રિકેટ ટીમનો કૅપ્ટન બધા કરતાં આગળ નીકળી ગયો હતો, જ્યારે નવી વસ્તુઓનો અમલ કરવામાં અને રિસ્ક લેવાથી માંડી બેઝિક પ્રયોગ કરવામાં ધોની નંબર-વન રહ્યો હતો.

ચેન્નઈની જાહેરાત: ૨૦૨૧માં પણ ધોની જ અમારો કૅપ્ટન રહેશે

હાલમાં ચાલી રહેલી આઇપીઅેલમાં ચેન્નઈ એના અત્યાર સુધીના સૌથી ખરાબ પર્ફોર્મન્સ કરીને ટુર્નામેન્ટમાંથી સૌથી પહેલી આઉટ થનાર ટીમ બની છે. ચેન્નઈ અને કૅપ્ટન ધોનીના નબળા પર્ફોર્મન્સને લઈને ચર્ચા થવા માંડી છે કે ધોનીની આ છેલ્લી આઇપીઅેલ છે અને મૅનેજમેન્ટે પણ નવી તૈયારી શરૂ કરી દીધી છે. જોકે ચેન્નઈ સુપર કિંગ્સના સીઈઓ કાશી વિશ્વનાથને ભારપૂર્વક કહ્યું હતું કે આઇપીઅેલ ૨૦૨૧માં પણ ધોની જ સીએસકે ટીમનો કૅપ્ટન રહેશે. મને પૂરો ભરોસો છે કે ૨૦૨૧માં ધોની જ ટીમની કપ્તાની કરશે. તેના નેતૃત્વ હેઠળ ટીમ ત્રણ વાર ચૅમ્પિયન બની છે. આ પહેલી સીઝન છે જેમાં ટીમ પ્લે-ઑફ માટે ક્વૉલિફાય નથી થઈ શકી. એવી કોઈ ટીમ નથી જેનો આઇપીઅેલમાં ચેન્નઈ જેટલો દમદાર પર્ફોર્મન્સ રહ્યો હોય. એક ખરાબ સીઝનનો મતલબ એ નથી કે અમે બધું બદલી નાખીએ.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK