IPL 2019: સ્ટોક્સ-આર્ચરની ઈનિંગ બેકાર, રાજસ્થાનની સતત ત્રીજી હાર

Apr 01, 2019, 10:01 IST

સંજુ સેમસન, રહાણે પણ જલદીથી આઉટ થયો હતો જો કે બેન સ્ટોક્સ અને આર્ચર ચેઝને છેલ્લે સુધી લઈ ગયા હતા. 20મી ઓવરમાં રાજસ્થાનને જીત માટે 12 રનની જરુર હતી ત્યારે ઓવરની પહેલી બોલે બેન સ્ટોક્સ આઉટ થતા રાજસ્થાનની જીત પર આશા પર પાણી વળી ગયું હતુ.

IPL 2019: સ્ટોક્સ-આર્ચરની ઈનિંગ બેકાર, રાજસ્થાનની સતત ત્રીજી હાર
રાજસ્થાનની સતત ત્રીજી હાર

સ્ટોક્સ-આર્ચરની ઈનિંગ બેકાર, રાજસ્થાનની સતત ત્રીજી હારરાજસ્થાન રોયલ્સની આ IPLની સતત ત્રીજી હાર થઈ છે. એક સમયે ત્રણ વિકેટ ગુમાવતા રાજસ્થાન મુશ્કેલીમાં મુકાયું હતુ. સંજુ સેમસન, રહાણે પણ જલદીથી આઉટ થયો હતો જો કે બેન સ્ટોક્સ અને આર્ચર ચેઝને છેલ્લે સુધી લઈ ગયા હતા. 20મી ઓવરમાં રાજસ્થાનને જીત માટે 12 રનની જરુર હતી ત્યારે ઓવરની પહેલી બોલે બેન સ્ટોક્સ આઉટ થતા રાજસ્થાનની જીત પર આશા પર પાણી વળી ગયું હતુ. દિપક ચાહર ચેન્નાઈ તરફથી સફળ બોલર રહ્યો હતો દિપકે 4 ઓવરમાં માત્ર 19 રન આપી 2 વિકેટ ઝડપી હતી.

પહેલા બોલિંગ કરતા રાજસ્થાનને શરુઆતી સફળતાઓ મળી હતી પરંતુ એ સફળતા ધોનીના ક્રિઝ પર આવા સુધી હતી. ધોનીએ ધીમી શરુઆત કરી હતી ત્યારબાદ બધા જ બોલરોની ખબર લીધી હતી. માત્ર 46 બોલમાં 75 રનની ધોનીની ઈનિંગ અને સુરેશ રૈના, બ્રાવોની ઈનિંગની મદદથી ચૈન્નાઈનો સ્કોર 175 રને પહોચ્યો હતો. રાજસ્થાન રોયલ્સને જીત માટે 176 રનનો ટાર્ગેટ આપ્યો હતો.

 

આ પણ વાંચો: IPL 2019: આ ખેલાડીઓ બદલી શકે છે મેચનું પરિણામ

 

176ના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમ માત્ર 27 રનમાં 3 વિકેટ ગુમાવી હતી. રાજસ્થાન તરફથી સ્ટીવ સ્મિથ અને રાહુલ ત્રિપાઠીએ મેચ આગળ વધારી હતી. રાહુલ ત્રિપાઠીએ 24 બોલમાં 39 રન અને સ્મિથ 28 રનની ઈનિંગ રમી આઉટ થતા ફરી એકવાર રાજસ્થાન મુશ્કેલીમાં મુકાયું હતુ. ત્રિપાઠી- સ્મિથ આઉટ થતા બેન સ્ટોક્સ અને આર્ચરે તોફાની ઈનિંગ રમતા મેચ છેલ્લી ઓવર સુધી ગઈ હતી. છેલ્લી ઓવરમાં બેન સ્ટોક્સ આઉટ થતા રાજસ્થાનની જીત પર પાણી ફરી વળ્યુ હતું. રાજસ્થાન આ IPLની સતત ત્રીજી હાર છે અહીથી IPLમાં બની રહેવા રાજસ્થાને બધી મેચો જીતવા પર ધ્યાન આપવુ પડશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK