IPL 2019: મહેન્દ્ર ધોની મારી શકે છે આજે IPLમાં જીતની સેન્ચૂરી.

Apr 11, 2019, 16:29 IST

ત્યારે ધોની આજની મેચ જીતશે તો તે એક એનોખો રેકોર્ડ નોંધાવશે. ધોની IPLમાં પણ અત્યાર સુધીનો સફળ કેપ્ટન સાબિત થયો છે અને જો આજે આ રેકોર્ડ બનાવશે તો આ સિદ્ધી મેળવનાર તે પહેલો આઇપીએલનો સુકાની બની જશે.

IPL 2019: મહેન્દ્ર ધોની મારી શકે છે આજે IPLમાં જીતની સેન્ચૂરી.
ધોની પૂરી કરી શકે જીતની સેન્ચૂરી

જયપુરના સવાઈ માનસિંહ મેદાન પર આજે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે IPLનો મુકાબલો થવા જઈ રહ્યો છે. ત્યારે ધોની આજની મેચ જીતશે તો તે એક એનોખો રેકોર્ડ નોંધાવશે. ધોની IPLમાં પણ અત્યાર સુધીનો સફળ કેપ્ટન સાબિત થયો છે અને જો આજે આ રેકોર્ડ બનાવશે તો આ સિદ્ધી મેળવનાર તે પહેલો આઇપીએલનો સુકાની બની જશે.

આઇપીએલ ધોની કેપ્ટન તરીકે તેની 166મી મેચ રમવા જઈ રહ્યો છે. આ 165મેચમાં તેણે કુલ 99 મેચમાં જીત મેળવી છે. જો આજે ધોની સુકાની તરીકે મેચ જીતે છે તો તે આઇપીએલમાં પહેલો સુકાની બની જશે કે જેણે સુકાની તરીકે 100 મેચ જીતી હોય. ચેન્નાઈ સિવાય પુણે સુપરજાયન્ટ માટે પણ કેપ્ટનશિપ કરી હતી. પુણે માટે ધોની ખાસ કરી શક્યો હતો નહી જેના કારણે બીજા વર્ષે સ્ટીવ સ્મિથને કેપ્ટનશિપ આપવામાં આવી હતી. બેન પછી ગયા વર્ષે ચેન્નાઈની ટીમમાં પરત ફર્યા પછી ધોનીએ ટીમને વિજેતા બનાવી હતી. ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અત્યાર સુધી 3 ipl ટાઈટલ પોતાના નામે કરી ચુકી છે.

 

આ પણ વાંચો: થાકી હારીને એરપોર્ટ પર સૂઈ ગયા ધોની-સાક્ષી, આવા હતા હાલ

 

ઘોનીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમે પણ ઘણા ટાઈટલ જીત્યા છે જેમા બે વર્લ્ડ કપ ટાઈટલ પણ સામેલ છે. IPLમાં ધોની સિવાય ગૌતમ ગંભીર સૌથી વધુ 129 મેચોમાં કેપ્ટનશિપ કરી ચુક્યો છે જેમા 71 જીત તેના નામે રહી હતી. આ સિવાય રન મશીન વિરાટ કોહલીએ બેંગ્લોર માટે 102 મેચોમાં કેપ્ટનશિપ કરી છે પરંતુ તે માત્ર 44 મેચોમાં જીત મેળવી ચુક્યો છે. મહત્વનું એ છે કે ધોની આ મેચમાં જીતની સેન્ચૂરી ફટકારશે કે નહી ?

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK