IPL 2019: પૃથ્વીની કમાલ પછી પંતે મચાવી ધમાલ

Published: May 09, 2019, 12:50 IST | (મિડ-ડે પ્રતિનિધિ) | વિશાખાપટ્ટનમ

બન્નેની આક્રમક ફિફ્ટીની મદદથી દિલ્હીએ ૧૬૩ રનનો ટાર્ગેટ છેલ્લી ઓવરમાં કર્યો ચેઝ, હવે આવતી કાલે દિલ્હી-ચેન્નઈ વચ્ચે રમાશે બીજો ક્વૉલિફાયર મુકાબલો

પંતનો પંચ : ગઈ કાલે પાંચ સિક્સની મદદથી ૪૯ રન બનાવી રિષભ પંત દિલ્હીને વિજય સુધી લઈ ગયો.
પંતનો પંચ : ગઈ કાલે પાંચ સિક્સની મદદથી ૪૯ રન બનાવી રિષભ પંત દિલ્હીને વિજય સુધી લઈ ગયો.

૬ સીઝન પછી પહેલી વખત પ્લે-ઑફમાં પહોંચેલી દિલ્હીએ હૈદરાબાદને ડ્રામાથી ભરપૂર રોમાંચક એલિમિનેટર મૅચમાં ૨ વિકેટથી હરાવીને બીજી ક્વૉલિફાયર મૅચમાં પ્રવેશ કર્યો હતો જેમાં એનો મુકાબલો આવતી કાલે ચેન્નઈ સામે થશે. ૧૬૩ રનના ટાર્ગેટ સામે દિલ્હીના ૧૯ વર્ષના ટીનેજ ઓપનર પૃથ્વીએ ૩૮ બૉલમાં ૫૬ રન બનાવીને જોરદાર શરૂઆત કરાવી હતી. ત્યાર બાદ ખલીલ અહમદ અને રાશીદ ખાને બે-બે વિકેટ લઈને દિલ્હીને આંચકો આપ્યો હતો. પૃથ્વી શૉએ ૫૬ અને રિષભ પંતે પાંચ સિક્સરની મદદથી ૪૯ રન ફટકાર્યા હતા.

ડૉ. વાય. એસ. રાજશેખર રેડ્ડી ક્રિકેટ સ્ટેડિયમમાં ટૉસ જીતીને દિલ્હીના કૅપ્ટન શ્રેયસ અય્યરે પહેલાં ફીલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. વૃદ્ધિમાન સહાની વિકેટ ચોથી ઓવરમાં ગુમાવી હોવા છતાં હૈદરાબાદે માર્ટિન ગપ્ટિલની અટૅકિંગ બૅટિંગની મદદથી પાવર-પ્લે (પહેલી ૬ ઓવર)માં ૫૦ રન બનાવી લીધા હતા. મિડલ ઓવર્સમાં ધીમી બૅટિંગને કારણે ૫૦ રનમાં બે વિકેટ ગુમાવી હતી. છેલ્લી ૬ ઓવરમાં તેમણે ૫૧ રનમાં પાંચ વિકેટ ગુમાવી હતી.

આ પણ વાંચો : IPL 2019:પ્રિતી ઝિંટા ધોનીની પુત્રી ઝીવાને કિડનેપ કરવા ઈચ્છે છે !!

મનિષ પાન્ડેએ ૩૦, કૅન વિલિયમસન ૨૮, વિજય શંકરે ૧૧ બૉલમાં ૨૫ અને મોહમ્મદ નબી ૧૩ બૉલમાં ૨૦ રન બનાવી શક્યો હતો. કીમો પોલે ૩૨ રનમાં ૩ અને ઈશાન્ત શર્માએ ૩૪ રનમાં બે વિકેટ લીધી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK