IPL 2019: ચેન્નાઈની જીતમાં વધુ એક ઉમેરો, ધોનીની 100મી જીત

Apr 14, 2019, 20:51 IST

સુપર સન્ડેની પહેલી મેચમાં ચેન્નાઈ અને કોલકાતા સામે જીત મેળવી છે. 161ના લક્ષ્યાંકને ધોનીની બ્રિગેડે પાર કરતા આ સીઝનની 7મી જીત પોતાના નામે કરી હતી. સુરેશ રૈનાએ ફરી એકવાર દમ દેખાડ્યો છે અને ટીમને જીત સુધી લઈ ગયો હતો.

IPL 2019: ચેન્નાઈની જીતમાં વધુ એક ઉમેરો, ધોનીની 100મી જીત
અણનમ 42 બોલમા 58 રન

સુપર સન્ડેની પહેલી મેચમાં ચેન્નાઈ અને કોલકાતા સામે જીત મેળવી છે. 161ના લક્ષ્યાંકને ધોનીની બ્રિગેડે પાર કરતા આ સીઝનની 7મી જીત પોતાના નામે કરી હતી. સુરેશ રૈનાએ ફરી એકવાર દમ દેખાડ્યો છે અને ટીમને જીત સુધી લઈ ગયો હતો. અણનમ 42 બોલમા 58 રન અને અંતિમ ઓવરમાં સર જાડેજાના 17 બોલમાં 31 રનની ઈનિંગના કારણે ચેન્નાઈએ જીત મેળવી હતી. કોલકાતાએ વિકેટ ઝડપીને ચેન્નાઈના વિજય રથને રોકવાની કોશિશ કરી હતી પણ નિષ્ફળ રહી હતી

ચેન્નાઈએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. શરુઆતી ઓવરમાં કોલકાતાએ વિકેટ ગુમાવી હતી જો કે ક્રિશ લિને એકતરફથી છેડો સંભાળી રાખતા માત્ર 51 બોલમાં 82 રનની ઈનિંગ રમી હતી. ક્રિશ લિન સિવાય સૌથી વધુ રન 21 રન નિતિશ રાણાએ ફટકાર્યા હતા. આ સિવાય કોઈ પણ બેટ્સમેન ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા જેના કારણે કોલકાતા 161 રન બનાવી શક્યું હતું. ઈમરાન તાહિર કોલકાતાના બેટ્સમેનો પર કહેરની જેમ વરસ્યો હતો અને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય શાર્દુલ ઠાકુરે સતત પ્રદર્શન સારુ દર્શાવતા 2 વિકેટ ઝડપી હતી.

 

આ પણ વાંચો: WORLD CUP 2019: આવતી કાલે જાહેર થશે ટીમ, સિલેક્ટર્સ પર નજર

 

ટાર્ગેટ ચેઝ કરવા મેદાન પર ઉતરેલી ચેન્નાઈની શરુઆત પણ ખાસ રહી હતી નહી. ચેન્નાઈએ પણ શરુઆતી ઓવર્સમાં વિકેટ ગુમાવી હતી. મુશ્કેલીના સમયમાં સુરેશ રૈનાએ ઈનિંગને સંભાળી હતી અને અંતમાં રવિન્દ્ર જાડેજાની ધમાકેદાર ઈનિંગના કારણે ચેન્નાઈએ જીત પોતાના નામે કરી હતી. આ ચેન્નાઈની 7મી જીત છે અને તે પોઈંટ ટેબલમાં સૌથી ઉપરના ક્રમે છે. 

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK