IPL 2019: બૈર્સટો-વૉર્નરની ધૂમ, બેંગ્લોરને જીત માટે 232નો ટાર્ગેટ

Mar 31, 2019, 17:49 IST

બેસ્ટ્રો અને વૉર્નરની 185 રનની શાનદાર પાર્ટનરશિપના કારણે બેંગ્લોર સામે હૈદરાબાદે પહાડ જેવો ટાર્ગેટ ઉભો કર્યો છે. બેસ્ટ્રો અને વૉર્નરની સેન્ચુરીની મદદથી હૈદરાબાદે 20 ઓવરમાં 231 રન બનાવ્યા છે.

IPL 2019: બૈર્સટો-વૉર્નરની ધૂમ, બેંગ્લોરને જીત માટે 232નો ટાર્ગેટ
બૈર્સટો-વૉર્નરની ધુંઆધાર પાર્ટનરશિપ

બૈર્સટો અને વૉર્નરની 185 રનની શાનદાર પાર્ટનરશિપના કારણે બેંગ્લોર સામે પહાડ જેવો સ્કોર ટાર્ગેટ ઉભો કર્યો છે. બૈર્સટો અને વૉર્નરની સેન્ચુરીની મદદથી હૈદરાબાદે 20 ઓવરમાં 231 રન બનાવ્યા છે. બેંગ્લોર સામે જીત માટે 232 રન બનાવવાના રહેશે. લાંબા સમય બાદ પરત ફરી રહેલા વૉર્નરે IPLની સેન્ચુરી ફટકારી છે અને ધમાકેદાર ઈનિંગ રમી હતી. છેલ્લા ઘણા સમયથી IPLથી દૂર રહેલા બૈર્સટોએ પોતાની હાજરી દર્શાવી હતી. બૈર્સટોએ માત્ર 56 બોલમાં 114 રન ફટકાર્યા હતા.

બૈર્સટો-વૉર્નરની ધુંઆધાર પાર્ટનરશિપ

ટોસ જીતીને બેંગ્લોરે બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. કોહલી બ્રિગેડ માટે આ નિર્ણય ખરો રહ્યો હતો નહી. બેંગ્લોરને પહેલી વિકેટ માટે 17મી ઓવર સુધી રાહ જોવી પડી હતી. હૈદરાબાદે પહેલી વિકેટ 185ના સ્કોરે જોની બૈર્સટોના રુપે ગુમાવી હતી. જોની બૈર્સટો ચહલના બોલ પર કેચ આઉટ થયો હતો જો કો વૉર્નર શૉ તો હજુ ચાલુ જ હતો. વૉર્નરે 2 વર્ષ બાદ ક્રિકેટમાં એન્ટ્રી સાથે પહેલી સેન્ચુરી નોંધાવી હતી વૉર્નરે માત્ર 55 બોલમાં અણનમ 100 રન ફટકાર્યા હતા.

પહેલી જીતની શોધમાં બેંગ્લોર

બેંગ્લોરના બોલરો માટે આજ દિવસ ખરાબ રહ્યો હતો. કોઈ પણ બોલર ખાસ પ્રદર્શન કરી શક્યો હતો નહી. ચહલના નામે માત્ર 1 વિકેટ રહી હતી. આ સિવાય બધા જ બોલરો બૈર્સટો અને વૉર્નરના શિકાર બન્યા હતા. IPL 2019માં RCB હજુ પણ તેની પહેલી જીતથી દૂર છે. ત્યારે ટીમને પહેલી જીત અપાવાની જવાબદારી હવે વિરાટ કોહલી, એ બી ડીવિલિયર્સ પર રહેશે.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK