IPL 2019 : જોસેફે ડેબ્યુ મેચમાં જ 6 વિકેટ ઝડપી મુંબઇને 40 રને જીતાડ્યું

Apr 07, 2019, 10:51 IST

અલ્ઝારી જોસેફે હૈદરાબાદને ઘૂંટણિયે ટેકવ્યું, પોલાર્ડના ૨૬ બૉલમાં ૪૬ રનની મદદથી મુંબઈએ બનાવ્યા ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૩૬ રન : જોસેફે લીધી ૬ વિકેટ

IPL 2019 : જોસેફે ડેબ્યુ મેચમાં જ 6 વિકેટ ઝડપી મુંબઇને 40 રને જીતાડ્યું
મુંબઈ ઈન્ડિયન્સ

IPLની ડેબ્યુ મૅચમાં અલ્ઝારી જોસેફે હૈદરાબાદની કીમતી ૪ વિકેટ લઇને મુંબઈને લીડમાં મુક્યું હતું. રોહિત શર્માની કૅપ્ટન્સીવાળી મુંબઈની ટીમે ગઇ કાલે ફરી એક વખત સ્લો સ્ટાર્ટ કર્યા પછી ડેથ ઓવરમાં હિટિંગ કરીને ૨૦ ઓવરમાં ૭ વિકેટે ૧૩૬ રન બનાવ્યા હતા. આ પહેલા ચેન્નઈ સામે તેમણે પહેલી બે ઓવરમાં ૩ રન અને છેલ્લી બે ઓવરમાં ૪૫ રન બનાવ્યા હતા. ગઇ કાલે મુંબઈએ ૬૫ રનમાં પાંચ વિકેટ ગુમાવ્યા બાદ ૧૩૬ રન બનાવવામાં સફળતા મેળવી હતી.

આ પણ વાંચો : IPL 2019: બૅન્ગલોર માટે આજે પણ દિલ્હી દૂર રહેશે?

કીરોન પોલાર્ડે ૧૯મી ઓવરમાં ૨૦ રન અને ૨૦મી ઓવરમાં ૧૯ બનાવ્યા હતા. ટૉસ જીતીને હૈદરાબાદના કૅપ્ટન ભુવનેશ્વર કુમારે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. કીરોન પોલાર્ડે ૨૬ બૉલમાં ૨ ફોર અને ૪ સિક્સની મદદથી નૉટઆઉટ ૪૬ રન બનાવ્યા હતા. હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી તેમણે ૪.૧ ઓવરમાં બન્ને ઓપનરોની વિકેટ ગુમાવી હતી.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK