IPL 2019:કલકત્તા સામે ૨૦૧૬ પછી પહેલી જીત મેળવવા આતુર બૅન્ગલોર

મુંબઈ | Apr 19, 2019, 10:47 IST

દિનેશ કાર્તિકની ટીમ કોહલીની ટીમ સામે છેલ્લી ૭માંથી સતત ૬ મૅચ જીતી ચૂકી છે : બન્ને વચ્ચે આ સીઝનની પહેલી મૅચમાં પણ કલકત્તાનો હાથ ઉપર રહ્યો હતો

 IPL 2019:કલકત્તા સામે ૨૦૧૬ પછી પહેલી જીત મેળવવા આતુર બૅન્ગલોર

પ્લે-ઑફમાં પહોંચવા માટે છઠ્ઠા નંબરની કલકત્તાએ આજે હોમ-ગ્રાઉન્ડ ઇડન ગાર્ડન્સમાં વિરાટ કોહલીની બૅન્ગલોરની ટીમને હરાવીને ટૉપ-૪માં કમબૅક કરવું જરૂરી છે. બૅન્ગલોરનો કલકત્તા સામે છેલ્લી ૭માંથી ૬ મૅચમાં પરાજય થયો હતો. આ સીઝનમાં પણ કલકત્તાએ બૅન્ગલોરનો ૨૦૬ રનનો ટાર્ગેટ પાંચ વિકેટ ગુમાવીને ચેઝ કર્યો હતો. જોકે છેલ્લી બે મૅચમાં કલકત્તાનો પોતાના હોમ-ગ્રાઉન્ડમાં દિલ્હી અને ચેન્નઈ સામે પરાજય થયો હતો , એથી પૉઇન્ટ ટેબલમાં છઠ્ઠા ક્રમે પહોંચી ગઈ છે.

એબી-કોહલી અને ચહલ સિવાય દરેક ખેલાડી ઇનઍક્ટિવ

ગયા શનિવારે બૅન્ગલોરે પંજાબને ૮ વિકેટથી હરાવીને સીઝનની પહેલી જીત મેળવી હતી. જોકે મુંબઈએ હરાવીને એને ફરીથી બૅકફુટ પર ધકેલ્યું હતું. એબી ડિવિલિયર્સ અને વિરાટ કોહલી સિવાય કોઈ બૅટ્સમૅન મોટો સ્કોર બનાવવામાં સફળ નથી થઈ રહ્યો. એબી ૩૦૭ અને વિરાટ ૨૭૮ રન સાથે પોતાની ટીમના હાઇએસ્ટ રન-સ્કોરર છે. બોલિંગમાં યુઝવેન્દ્ર ચહલ ૧૩ વિકેટ સાથે ત્રીજા ક્રમે છે. બૅન્ગલોરે પ્લે-ઑફમાં પહોંચવા બચેલી દરેક મૅચ જીતવી અનિવાર્ય છે. બૅન્ગલોર પાસે એન્દ્રે રસેલ જેવો કોઈ પાવરહિટર નથી જે ડેથ ઓવરમાં હિટિંગ કરી શકે. સોમવારે માર્કસ સ્ટોઇનિસ અને મોઇન અલીને લસિથ મલિન્ગાએ એક જ ઓવરમાં આઉટ કરીને બૅન્ગલોરને કન્ટ્રૉલમાં કર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK