મને નથી લાગતું કે ધોનીને ટી૨૦ વર્લ્ડ કપમાં જગ્યા મળશે : ગાવસકર

Published: Mar 22, 2020, 13:19 IST | Agencies | Mumbai Desk

વર્લ્ડ કપ બાદ ધોની ઇન્ડિયા માટે એક પણ મૅચ નથી રમ્યો. તેને ટી૨૦ વર્લ્ડ કપ માટે જગ્યા મળે કે નહીં એનો નિર્ણય ઇન્ડિયન પ્રીમિયર લીગ પરથી નક્કી કરવામાં આવવાનો હતો.

ધોની ફાઇલ ફોટો
ધોની ફાઇલ ફોટો

સુનીલ ગાવસકરનું કહેવું છે કે મને નથી લાગતું કે મહેન્દ્ર સિંહ ધોનીને ટી૨૦ વર્લ્ડ કપમાં જગ્યા મળે. ઇન્ડિયન ક્રિકેટ ટીમના મિસ્ટર કૂલ મહેન્દ્ર સિંહ ધોની ટીમ વતી ટી૨૦ વર્લ્ડ કપમાં રમશે કે નહીં એ પ્રશ્ન હજી પણ કોયડા સમાન છે. વર્લ્ડ કપ બાદ ધોની ઇન્ડિયા માટે એક પણ મૅચ નથી રમ્યો. તેને ટી૨૦ વર્લ્ડ કપ માટે જગ્યા મળે કે નહીં એનો નિર્ણય ઇન્ડિયન પ્રીમિયર લીગ પરથી નક્કી કરવામાં આવવાનો હતો. તેના ભવિષ્ય વિશે વાત કરતાં ગાવસકરે કહ્યું કે ‘બીજા લોકોની જેમ હું પણ ધોનીને ટી૨૦ વર્લ્ડ કપમાં રમતો જોવા માગું છું, પણ મને મહદંશે એ અશક્ય લાગે છે. ટીમે આગળ વધતા રહેવું પડશે. ધોની એક એવો પ્લેયર છે જે શાંતિથી રિટાયરમેન્ટ લઈને નીકળી જશે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK