IPL 2019 : મેચ ફિનિશ ન કરવાનો મને અફસોશ રહ્યો : પંત

મુંબઈ | May 09, 2019, 20:22 IST

દિલ્હીની બે વિકેટથી થયેલી જીતમાં પૃથ્વી બાદ પંતની મહત્વની ભૂમિકા રહી હતી. પંતે કહ્યું કે જ્યારે તેઓ તાબડતોડ બેટિંગ માટે લયમાં આવી જાય છે તો તેમને કોઈ જ ફરક નથી પડતો કે બોલિંગ કોણ કરી રહ્યું છે.

IPL 2019 : મેચ ફિનિશ ન કરવાનો મને અફસોશ રહ્યો : પંત
રીષભ પંત

આઇપીએલ 2019માં ગુરૂવારે રમાયેલી રોમાંચક મેચમાં દિલ્હીએ શાનદાર જીત મેળવીને ક્વોલિફાયર 2 માં સ્થાન મેળવી લીધું છે. હવે ફાઇનલમાં પહોંચવા માટે દિલ્હીનો સામનો ધોનીની ચેન્નઇ સામે થશે. હૈદરાબાદને હરાવવામાં દિલ્હી ટીમના બે યુવા ખેલાડીઓનો સૌથી મોટો ફાળો રહ્યો છે. તેમાં પૃથ્વી શો અને રીષભ પંત. પંત દિલ્હી માટે જીતની નજીક પહોંચાડી પેવેલિયન ભેગો થયો હતો. દિલ્હીની બે વિકેટથી થયેલી જીતમાં પૃથ્વી બાદ પંતની મહત્વની ભૂમિકા રહી હતી. પંતે કહ્યું કે જ્યારે તેઓ તાબડતોડ બેટિંગ માટે લયમાં આવી જાય છે તો તેમને કોઈ જ ફરક નથી પડતો કે બોલિંગ કોણ કરી રહ્યું છે.

મેચ ફિનિશ ન કરવાનો અફસોસ

પંતને જો કે એ વાતનો અફસોસ રહ્યો કે ટીમ માટે તે મેચ ફિનિશ કરી શક્યો નહીં. પરંતુ તે પોતાની ટીમની આ જીતથી પણ ઘણો સંતુષ્ટ જોવા મળ્યો. તેણે વધુમાં કહ્યું કે, "જો તમે આ રીતે વિકેટ પર જામી જાઓ તો તમારી ટીમ માટે મેચ ખતમ કરવી જોઈએ. હું નજીક લઈ ગયો પરંતુ નેક્સ્ટ ટાઈમ ટીમ માટે ફિનિશ કરીશ. હું થોડો સકારાત્મક થવાની કોશિશ કરીશ. જો નકારાત્મક થઈએ તો તે મદદરૂપ થતું નથી."

આ ઈનિંગમાં પંતે કર્યું હતું આ અલગ પ્રકારનું કામ

પંતે એ પણ જણાવ્યું કે તેની ઈનિંગમાં આ વખતે છેલ્લી ઈનિંગ્સની સરખામણીમાં શું અંતર રહ્યું. તેણે કહ્યું કે, "હવે તે મારી આદતમાં સામેલ થઈ ગયું છે. અને આથી અમે આટલો વધારે અભ્યાસ કરીએ છીએ. આ વખતે તે વિશેષ રહ્યું કારણ કે મેં બોલને વધુ જોરથી હિટ કરવાનો પ્રયત્ન ન કર્યો. હું ફક્ત બોલને જોઈ રહ્યો હતો અને યોગ્ય સમયે હિટ કરવાની કોશિશ કરી રહ્યો હતો." પંતે આ અગાઉ રાજસ્થાન વિરુદ્ધ હાફ સેન્ચ્યુરી મારી હતી.

આ પણ જુઓ : કુલદીપ યાદવ આ રીતે કરે છે ફ્રેન્ડ્સ સાથે ટાઈમ સ્પેન્ડ

દિલ્હીની જીત પૃથ્વી બાદ પંતે સરળ કરી
પંતે 21 બોલમાં 49 રનની ઈનિંગ ખેલી જેમાં 5 છગ્ગા માર્યા. જેનાથી દિલ્હીની હૈદરાબાદ સામે જીત સરળ બની ગઈ અને છેલ્લી ઓવરમાં થોડાઘણા સંઘર્ષ થવા છતાં ટીમ જીત મેળવવામાં સફળ રહી. મેન ઓફ ધ મેચ રહેલા પંતે મેચ બાદ કહ્યું કે, "ટી20માં તમારે 20 બોલમાં 40 કે પછી તેનાથી વધુ રન બનાવવાની જરૂર હોય છે, પછી તમારે એક બોલર વિરુદ્ધ આક્રમણ કરવાનું હોય છે. બોલિંગ કોણ કરે છે તે હું જોતો નથી."

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK