IPL 2019 : હૈદરાબાદે પંજાબને 45 રને હરાવી વોર્નરને આપી યાદગાર વિદાય

હૈદરાબાદ | Apr 30, 2019, 11:49 IST

આઇપીએલ 2019માં સોમવારે રમાયેલી રોમાંચક મેચમાં ડેવિડ વોર્નરની (81) આક્રમક અડધી સદી અને રાશિદ ખાન અને ખલીલ અહમદની 3-3 વિકેટના પગલે પંજાબને 45 રને પરાજય આપ્યો હતો.

IPL 2019 : હૈદરાબાદે પંજાબને 45 રને હરાવી વોર્નરને આપી યાદગાર વિદાય
હૈદરાબાદની 45 રને જીત

આઇપીએલ 2019માં સોમવારે રમાયેલી રોમાંચક મેચમાં ડેવિડ વોર્નરની (81) આક્રમક અડધી સદી અને રાશિદ ખાન અને ખલીલ અહમદની 3-3 વિકેટના પગલે પંજાબને 45 રને પરાજય આપ્યો હતો. ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 212 રન કર્યા હતા. જેના જવાબમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 167 રન બનવી શકી હતી. હૈદરાબાદનો 12 મેચમાં આ છઠ્ઠો વિજય છે. તેના 12 પોઈન્ટ થઈ ગયા છે. જ્યારે કિંગ્સ ઇલેવન પંજાબની ટીમનો 12 મેચમાં આ સાતમો પરાજય છે. આ સાથે તેની પ્લેઓફમાં પહોંચવાની સંભાવના હવે બીજી ટીમોના પરિણામ પર નિર્ભર રહેશે. આ માટે તેણે બાકીના બંન્ને મેચ પણ જીતવા પડશે. બીજી તરફ હૈદરાબાદ પોતાના બાકીના બંન્ને મેચ જીતે તો તે સીધી ક્વોલિફાઇ કરી જશે.

પંજાબની શરૂઆત ખરાબ રહી
હૈદરાબાદે આપેલા
213 રનના જંગી લક્ષ્યાંક સામે મેદાન પર ઉતરેલી પંજાબની શરૂઆત ખરાબ રહી હતી. ક્રિસ ગેલના રૂપમાં ટીમને પ્રથમ ઝટકો લાગ્યો હતો. તે ચાર રન બનાવીને ખલીલ અહમદનો શિકાર બન્યો હતો. મનીષ પાંડેએ તેનો કેચ કર્યો હતો. મયંક અગ્રવાલ (27)ને રાશિદ ખાને આઉટ કર્યો હતો. મયંકે રાહુલની સાથે બીજી વિકેટ માટે 60 રનની ભાગીદારી કરી હતી. નિકોલસ પૂરન (21)ને ખલીલ અહમદે પેવેલિયન પરત મોકલી આપ્યો હતો.

ત્યારબાદ રાશિદ ખાને ડેવિડ મિલર (11) અને રવિચંદ્રન અશ્વિન (0)ને સતત બે બોલમાં આઉટ કરીને હૈદરાબાદને મજબૂત સ્થિતિમાં લાવી દીધું હતું. કેએલ રાહુલ (79) અખીલ અહમદનો શિકાર બન્યો હતો. કેપ્ટન કેન વિલિયમસને શાનદાર કેચ ઝડપ્યો હતો. રાહુલે 56 બોલનો સામનો કરતા 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા હતા. સિમરન સિંહ 16 રન બનાવી સંદીપ શર્માની બોલિંગમાં LBW આઉટ થયો હતો. મુઝીબ ઉર રહમાન શૂન્ય રન પર બોલ્ડ થયો હતો.

રાશિદ ખાનની ત્રણ વિકેટ
રાશિદ ખાને આ સિઝનમાં પોતાનું સર્વક્ષેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. તેણે 4 ઓવરમાં 21 રન આપીને 3 બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલી આપ્યા હતા. રાશિદ ખાને મયંક અગ્રવાલ, ડેવિડ મિલર અને આર. અશ્વિનને આઉટ કર્યાં હતા. 

લોકેશ રાહુલના સિઝનમાં 500 રન
કિંગ્સ ઇલેવન પંજાબના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે આ સિઝનમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે હૈદરાબાદ સામે પણ અડધી સદી ફટકારી હતી. આ સિઝનમાં તેની પાંચમી અડધી સદી છે. તેણે સિઝનના 12માં મેચમાં 500 રન પણ પૂરા કર્યા હતા.

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK