ગલવાન ક્લેશ બાદ આઇપીએલ માટે વિવોને સ્પૉન્સર રાખવો કે નહીં એ માટે થશે મીટિંગ

Published: Jun 21, 2020, 19:40 IST | Gujarati Mid-day Correspondent | New Delhi

ભારતમાં ચાઇનાનો બહિષ્કાર કરવાની પહેલ શરૂ કરવામાં આવી છે, આ બહિષ્કારની અસર ખેલજગત પર પણ જોવા મળી શકે છે

આઇપીએલની આગામી સીઝન માટે ‘વિવો’ને સ્પૉન્સર રાખવો કે નહીં એ માટે એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે. ભારત અને ચાઇના વચ્ચેના હાલના સંબંધોને ધ્યાનમાં રાખીને ભારતમાં ચાઇનાનો બહિષ્કાર કરવાની પહેલ શરૂ કરવામાં આવી છે. આ બહિષ્કારની અસર ખેલજગત પર પણ જોવા મળી શકે છે. ભારતીય ક્રિકેટ બોર્ડે આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ બોલાવવાનું નક્કી કર્યું છે. આઇપીએલની ટાઇટલ સ્પૉન્સર ચાઇનાની વિવો કંપની હોવાથી આ મીટિંગ બોલાવવામાં આવી રહી છે. આ સંદર્ભે ભારતીય ક્રિકેટ બોર્ડે કહ્યું કે ‘તાજેતરમાં આપણા દેશના જવાનોએ બૉર્ડર પર પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો અને એ વાતને ધ્યાનમાં રાખીને અમે આવતા અઠવાડિયે આઇપીએલના વિવિધ સ્પૉન્સરશિપ ડીલ માટે આઇપીએલ ગવર્નિંગ કાઉન્સિલની મીટિંગ બોલાવી છે.’

ચાઇના સાથેના વિવાદમાં આઇપીએલની ટીમ ચેન્નઈ સુપર કિંગ્સના એક ડૉક્ટરે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણી બાદ તેને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. જોકે તેણે ત્યાર બાદ માફી પણ માગી હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK