Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > અફઘાનિસ્તાન ક્રિકેટના કોચ તરીકે આફ્રિકાના આ પુર્વ ખેલાડીની નિયુક્તી થઇ

અફઘાનિસ્તાન ક્રિકેટના કોચ તરીકે આફ્રિકાના આ પુર્વ ખેલાડીની નિયુક્તી થઇ

27 September, 2019 06:30 PM IST | Mumbai

અફઘાનિસ્તાન ક્રિકેટના કોચ તરીકે આફ્રિકાના આ પુર્વ ખેલાડીની નિયુક્તી થઇ

સાઉથ આફ્રિકાના પુર્વ દિગ્ગજ ખેલાડી લાન્સ ક્લુઝનર

સાઉથ આફ્રિકાના પુર્વ દિગ્ગજ ખેલાડી લાન્સ ક્લુઝનર


Mumbai : સાઉથ આફ્રિકાના પૂર્વ દિગ્ગજ ખેલાડી લાન્સ ક્લુઝનરને અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમના હેડ કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. ફિલ સિમન્સે રાજીનામુ આપ્યા પછી અફઘાનિસ્તાન ક્રિકેટના હેડ કોચ બનવા માટે 50થી વધુ પૂર્વ ખેલાડીઓએ અપ્લાઇ કર્યું હતું. ક્લુઝનર લેવલ 4 સર્ટિફાઈડ કોચ છે. નવેમ્બરમાં અફઘાનિસ્તાન વેસ્ટ ઇન્ડિઝ સામે સીરિઝમાં રમશે ત્યારે ક્લુઝનર પ્રથમ વખત રાશિદ ખાનના નેતૃત્વમાં રમનાર ટીમ સાથે જોવા મળશે.

હું વર્લ્ડ ક્રિક્ટની આ પ્રતિભાશાળી ટીમ સાથે કામ કરવા ઉત્સુક છું : ક્લુઝનર
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડના સીઈઓ એલ સ્તાનિકઝાઈએ કહ્યું કે, લાન્સ ક્લુઝનર વર્લ્ડ ક્રિકેટમાં મોટું નામ છે. તેના કોચિંગમાં ટીમને સારો ફાયદો થશે. તેની પાસે ખેલાડી અને કોચ બંનેનો અનુભવ છે. ક્લુઝનરે કહ્યું હતું કે, "હું વર્લ્ડ ક્રિકેટની આ પ્રતિભાશાળી ટીમ સાથે કામ કરવા ઉત્સુક છું. અફઘાનિસ્તાન સારું ક્રિકેટ રમે છે અને મહેનત સાથે તેઓ વર્લ્ડની શ્રેષ્ઠ ટીમોમાંથી એક બનવાની ક્ષમતા ધરાવે છે. હું તેમને ટોચના લેવલે લઇ જવા માટે મદદ કરવા તૈયાર છું."

આ પણ જુઓ : ઓલરાઉન્ડર 'સર રવિન્દ્ર જાડેજા' નો આવો છે અંદાજ, જુઓ તસવીરો.....

ક્લુઝનર IPL માં મુંબઇ ટીમમાં બોલીંગ કોચની ભુમિકા નિભાવી ચુક્યો છે
ક્લુઝનરે અગાઉ મુંબઈ ઇન્ડિયન્સના બોલિંગ કોચ તરીકે આઇપીએલમાં ફરજ નિભાવી છે. તે ઉપરાંત તે દક્ષિણ આફ્રિકાની ટેસ્ટ અને ટી-20 ટીમનો બેટિંગ કોચ, ઝિમ્બાબ્વેનો બેટીં કોચ અને દક્ષિણ આફ્રિકાના ડોમેસ્ટિક ક્રિકેટમાં ડોલ્ફિન ફ્રેન્ચાઈઝનો હેડ કોચ રહી ચૂક્યો છે.


Whatsapp-channel Whatsapp-channel

27 September, 2019 06:30 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK