Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > આ રીતે વર્લ્ડ કપ જીતવો યોગ્ય નથી : ઓઇન મૉર્ગન

આ રીતે વર્લ્ડ કપ જીતવો યોગ્ય નથી : ઓઇન મૉર્ગન

21 July, 2019 09:38 AM IST | લંડન

આ રીતે વર્લ્ડ કપ જીતવો યોગ્ય નથી : ઓઇન મૉર્ગન

આ રીતે વર્લ્ડ કપ જીતવો યોગ્ય નથી : ઓઇન મૉર્ગન

આ રીતે વર્લ્ડ કપ જીતવો યોગ્ય નથી : ઓઇન મૉર્ગન


ઇંગ્લૅન્ડના કૅપ્ટન ઓઇન મૉર્ગનનું કહેવું છે કે અમે જે રીતે વર્લ્ડ કપ જીત્યા એ યોગ્ય નથી. ઇંગ્લૅન્ડ બાઉન્ડરીના નિયમને કારણે ન્યુ ઝીલૅન્ડને હરાવીને પહેલી વાર વર્લ્ડ ચૅમ્પિયન બન્યું હતું. ફાઇનલમાં ૫૦ ઓવર બાદ સુપરઓવરમાં પણ ટાઇ થઈ હતી. આ વિશે મૉર્ગને કહ્યું હતું કે ‘બન્ને ટીમ વચ્ચે જ્યારે આટલું ઓછું માર્જિન હોય ત્યારે આ રીતે વિજેતા જાહેર કરવાનો નિર્ણય મને યોગ્ય નથી લાગતો. આ મૅચમાં એક પણ ક્ષણ એવી નહોતી જે માટે તમે એમ કહી શકો કે મૅચ હાથમાંથી નીકળી ગઈ.

આ પણ જુઓઃ ત્યારે અને અત્યારેઃ જુઓ કેવા લાગે છે અંબાણી પરિવારના સભ્યો



બન્ને ટીમની ટક્કર બરાબરની હતી. હું ત્યાં હતો અને મારી નજર સમક્ષ બધું બન્યું હતું, પરંતુ હું આંગળી ચીંધીને એમ નહોતો કહી શકતો કે કોણ મેચ જીત્યું અને કોણ હાર્યું. વિજેતા બનીને સારું લાગે છે કે નહીં એની મને ખબર નથી, પરંતુ હારવાનું દુઃખ ભયંકર હોય છે.’


Whatsapp-channel Whatsapp-channel

21 July, 2019 09:38 AM IST | લંડન

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK