Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ઇંગ્લૅન્ડ પહેલી ઇનિંગમાં ૪૦૦ રને ઑલઆઉટ : સાઉથ આફ્રિકા છ વિકેટે ૮૮ રન

ઇંગ્લૅન્ડ પહેલી ઇનિંગમાં ૪૦૦ રને ઑલઆઉટ : સાઉથ આફ્રિકા છ વિકેટે ૮૮ રન

26 January, 2020 01:29 PM IST | Mumbai Desk

ઇંગ્લૅન્ડ પહેલી ઇનિંગમાં ૪૦૦ રને ઑલઆઉટ : સાઉથ આફ્રિકા છ વિકેટે ૮૮ રન

ઇંગ્લૅન્ડ પહેલી ઇનિંગમાં ૪૦૦ રને ઑલઆઉટ : સાઉથ આફ્રિકા છ વિકેટે ૮૮ રન


સાઉથ આફ્રિકા અને ઇંગ્લૅન્ડ વચ્ચેની છેલ્લી ટેસ્ટ મૅચના બીજા દિવસે ઇંગ્લૅન્ડની ટીમ પહેલી ઇનિંગમાં ૪૦૦ રને ઑલઆઉટ થઈ હતી. ઓપનર ઝેક ક્રોવલીએ સૌથી વધારે ૬૬ રન બનાવ્યા હતા. ટીમમાં માત્ર બે જ પ્લેયર એકઅંકી આંકડામાં પૅવિલિયનભેગા થયા હતા. 

સાઉથ આફ્રિકન બોલર એનરીચ નૉર્ટજેએ સૌથી વધારે પાંચ વિકેટ લીધી હતી. ૪૦૧ રનનો પીછો કરવા ઊતરેલી સાઉથ આફ્રિકન ટીમની શરૂઆત ઘણી નબળી રહી હતી અને ૬૦ રન બનાવવામાં તેમણે ચાર વિકેટ ગુમાવી દીધી હતી.



રેસી વાન ડેર ડુસેન અને ફૅફ ડુ પ્લેસી અનુક્રમે ઝીરો અને ત્રણ રને આઉટ થયા હતા. બીજા દિવસનો ખેલ સમાપ્ત થતાં સાઉથ આફ્રિકાએ પહેલી ઇનિંગમાં છ વિકેટે ૮૮ રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગના ટાર્ગેટથી સાઉથ આફ્રિકા હજી ૩૧૨ રન દૂર છે.


ટેસ્ટ ક્રિકેટમાં આટલા રન કરનાર પ્રથમ દેશ ઇંગ્લૅન્ડ
ઇંગ્લૅન્ડ ક્રિકેટ ટીમે ટેસ્ટ ક્રિકેટમાં એક નવો કીર્તિમાન સ્થાપિત કર્યો છે. ટેસ્ટ મૅચમાં પાંચ લાખ રન બનાવનારો એ વિશ્વનો પહેલો દેશ બન્યો છે. આટલા રન કરવા ઇંગ્લૅન્ડની ટેસ્ટ ટીમ ૧૦૨૨ મૅચ રમી છે. એણે આ ઉપલબ્ધિ સાઉથ આફ્રિકા સામેની ચોથી અને નિર્ણાયક ટેસ્ટ મૅચમાં હાંસલ કરી હતી. ચોથી ટેસ્ટ મૅચના પ્રથમ દિવસે ઇંગ્લૅન્ડના કૅપ્ટન જો રૂટે સિંગલ રન લઈને ઇંગ્લૅન્ડને ટેસ્ટ ક્રિકેટમાં પાંચ લાખ રન બનાવનાર પ્રથમ દેશ બનાવ્યો હતો.

ઇંગ્લૅન્ડ બાદ આ લિસ્ટમાં ઑસ્ટ્રેલિયા ૮૩૦ ટેસ્ટમાં ૪,૩૨,૭૦૬ રન બનાવીને બીજા સ્થાને, જ્યારે ઇન્ડિયા ૫૪૦ ટેસ્ટમાં ૨,૭૩,૫૧૮ રન સાથે ત્રીજા ક્રમે છે. વેસ્ટ ઇન્ડીઝ ૫૪૫ ટેસ્ટમાં ૨,૭૦,૪૪૧ રન સાથે ચોથા ક્રમાંકે છે. આ ઉપરાંત સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટમાં વિદેશી જમીન પર ૫૦૦ ટેસ્ટ મૅચ રમનાર પ્રથમ ટીમનો રેકૉર્ડ પણ ઇંગ્લૅન્ડના નામે નોંધાયો છે. ઑસ્ટ્રેલિયા વિદેશી જમીન પર ૪૦૪ ટેસ્ટ મૅચ, જ્યારે ભારત વિદેશમાં ૨૬૮ ટેસ્ટ મૅચ રમ્યું છે. ૨૬૮ ટેસ્ટ મૅચમાંથી ભારત ૫૪ મૅચ જીત્યું છે અને ૧૧૩ મૅચ ગુમાવી છે તથા ૧૦૪ મૅચ ડ્રૉ રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 January, 2020 01:29 PM IST | Mumbai Desk

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK