પુરુષોના ટી૨૦ વર્લ્ડ કપને મોકૂફ કરાતાં એની અસર મહિલા ટી૨૦ વર્લ્ડ કપ પર થશે: એલિસ પેરી

Published: Jun 21, 2020, 19:36 IST | Gujarati Mid-day Correspondent | Melbourne

કોરોનાને કારણે હજી સુધી આ ટુર્નામેન્ટ આ વર્ષે રમાશે કે નહીં એ પ્રશ્ન હજી પણ ક્રિકેટપ્રેમીઓને સતાવી રહ્યો છે

ઑસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની સફળ પ્લેયર એલિસ પેરીનું કહેવું છે કે પુરુષોના ટી૨૦ વર્લ્ડ કપને મોકૂફ કરાતાં એની અસર મહિલા ટી૨૦ વર્લ્ડ કપ પર થશે. કોરોનાને કારણે હજી સુધી આ ટુર્નામેન્ટ આ વર્ષે રમાશે કે નહીં એ પ્રશ્ન હજી પણ ક્રિકેટપ્રેમીઓને સતાવી રહ્યો છે. આવતા વર્ષે મહિલા ટી૨૦ વર્લ્ડ કપ ન્યુ ઝીલૅન્ડમાં ૬ ફેબ્રુઆરીથી ૭ માર્ચ દરમિયાન રમવાનો છે. જોકે એમ પણ કહેવાય રહ્યું છે કે જો આ વર્ષના અંતમાં પુરુષોનો ટી૨૦ વર્લ્ડ કપ નહીં યોજાય તો ૨૦૨૧ના‌ ઉક્ત ગાળામાં પુરુષોનો‌ ટી૨૦ વર્લ્ડ કપ યોજાઈ શકે છે. આ વિશે એલિસ પેરીનું કહેવું છે કે ‘પુરુષોના ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન કેવી રીતે થાય છે એના પર મહિલા ટી૨૦ વર્લ્ડ કપનું આયોજન નક્કી થશે, કારણ કે પુરુષોના વર્લ્ડ કપની અસર મહિલાઓના વર્લ્ડ કપ પર જોવા મળશે. જો પુરુષોનો આ વર્લ્ડ કપ આવતા વર્ષ માટે પોસ્ટપોન થયો તો બે વર્લ્ડ કપ એકસાથે થવા લગભગ અસંભવ છે. એકસાથે આ બે મોટા ઇવેન્ટ થવા અશક્ય છે, એ હું સમજી શકું છું. હાલની પરિસ્થિતિઓને કારણે શું થશે એ કહેવું અઘરું છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK