ધોની ન્યુઝીલેન્ડ સામે મેદાન પર ઉતરતાની સાથે જ સચિનનો આ રેકોર્ડ તોડી દીધો

Published: Jul 09, 2019, 20:04 IST | Manchester

પહેલી સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે મેદાન પર ઉતરતા જ ભારતીય વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ ઈતિહાસ રચી દીધો છે. આ ધોનીના વનડે કરિયરની 350મી મેચ રમી છે અને તે હવે ભારત તરફથી સચિન બાદ 250 વનડે મેચ રમનાર બીજો ખેલાડી બની ગયો છે.

Manchester : વર્લ્ડ કપ 2019 અનેક રેકોર્ડથી યાદ રહેશે. ઘણા રેકોર્ડ તુટ્યા છે અને બન્યા છે. ત્યારે વર્લ્ડ કપ 2019ની પહેલી સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે મેદાન પર ઉતરતા જ ભારતીય વિકેટકીપર મહેન્દ્ર સિંહ ધોનીએ ઈતિહાસ રચી દીધો છે. આ ધોનીના વનડે કરિયરની 350મી મેચ રમી છે અને તે હવે ભારત તરફથી સચિન બાદ 250 વનડે મેચ રમનાર બીજો ખેલાડી બની ગયો છે. ધોનીએ ટીમ ઈન્ડિયા માટે 347 વનડે મેચ રમી છે જ્યારે એશિયા ઇલેવન તરફથી 3 મેચ રમી છે. વનડે ક્રિકેટમાં 350 મેચ પૂરી કરનાર ધોની વિશ્વનો દસમો અને ભારતનો બીજો ક્રિકેટર બની ગયો છે.

વિશ્વમાં સૌથી વધુ વનડે મેચ રમનાર ખેલાડીઓમાં ભારતનો પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકર પ્રથમ સ્થાને છે. સચિને કુલ
463 વનડે મેચ રમી છે. ત્યારબાદ બીજા નંબર પર શ્રીલંકાનો માહેલા જયવર્ધને છે જેણે 448 મેચ રમી છે. આ સિવાય કુમાર સાંગાકારા 404 મેચ, શાહિદ આફ્રિદી 398 વનડે મેચ, ઇંઝમામ ઉલ હક 378 મેચ, રિકી પોન્ટિંગ 375 મેચ, વસીમ અકરમ 356 મેચ અને મુથૈયા મુરલીધરને 350 વનડે મેચ રમી છે.


આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

38 વર્ષના ધોનીએ ઘણા રેકોર્ડ્સ પોતાના નામે કર્યાં છે અને હવે આ સિદ્ધિ હાસિલ કરીને તે ખાસ બની ગયો છે. આ વિશ્વ કપમાં ધોનીનું પ્રદર્શન સામાન્ય રહ્યું છે, ઘણીવાર તેની બેટિંગને લઈને સવાલો ઉઠ્યા છે. પરંતુ ટીમ કેપ્ટન વિરાટ કોહલીએ તેનું સમર્થન કર્યું છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK