કોરોના વાયરસને લીધે T-20 વર્લ્ડ કપ પણ થશે કૅન્સલ?

Published: Mar 24, 2020, 18:28 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

18ઑક્ટોબર 2020થી ઓસ્ટ્રેલિયામાં શરૂ થનારી T-20 વર્લ્ડ કપની સાતમી સિઝન પર સંકટના વાદળો, 29 માર્ચે થશે મોટો નિર્ણય

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

કોરોના વાયરસ (COVID-19)એ વિશ્વના લગભગ બધા જ દેશોમાં પગપેસારો કરીને 16,000 થી વધારે લોકોના જીવ લઈ લીધા છે. તેના વધતા જતા પ્રભાવને લીધે એક પછી એક મોટા સ્પોર્ટસ ઈવેન્ટ રદ થઈ રહ્યાં છે. માર્ચ મહિનાના અંતે યોજાનારી ઈન્ડિયન પ્રિમિયર લીગ (IPL) સ્થગિત કરી દેવામાં આવી છે. Tokyo Olympic 2020 પણ રદ કરીને આવતા વર્ષે એટલે કે 2021માં યોજવાનો નિર્ણય લીધો છે. હવે આઈસીસી ટી-20 વર્લ્ડ કપના આયોજન બાબતે પણ સંકટના વાદળો ઘેરાઈ રહ્યાં છે. T-20 વર્લ્ડ કપની સાતમી સિઝન 18ઑક્ટોબર 2020થી ઓસ્ટ્રેલિયામાં શરૂ થવાની હતી. પરંતુ ઓસ્ટ્રેલિયામાં બે હજારથી વધુ લોકો કોરોના વાયરસની ચપેટમાં આવી ગયા છે અને દિવસેને દિવસે કેસમાં વધારો થતો જ જાય છે.

આખા વિશ્વમાં અને ઓસ્ટ્રેલિયામાં કોરોનાના વધતા પ્રભાવને લીધે આઈસીસીએ ટી-20 વર્લ્ડ કપના આયોજનની સમીક્ષા કરવાનું શરૂ કરી દીધું છે. તે અંતર્ગત આઈસીસી 29 માર્ચે મોટો નિર્ણય કરશે. આ બાબતે આઈસીસીના અધિકારીઓ જુદા જુદા દેશના બોર્ડ સાથે ટેલિકૉનફરન્સ કરીને નિર્ણય લેશે. પરંતુ આ ટેલિકૉનફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કોણ કરશે તે હજી નક્કી નથી. બીસીસીઆઈ સચિવ જય શાહ આઈસીસીની ચીફ એક્ઝિક્યુટિવ સમિતિના સભ્ય હોવાથી એવી ચર્ચા છે કે તેઓ ટેલિકૉનફરન્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. પરંતુ સુત્રોનું કહેવું છે કે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી પણ આ બેઠકમાં ભાગ લઈ શકે છે.

આ પણ વાંચો: કોરોનાની અસર: ટોક્યો ઓલમ્પિક્સ સ્થગિત, હવે 2021 માં યોજાશે

ઓસ્ટ્રેલિયાએ અત્યારે પોતાની સરહદ સીલ કરી લીધી છે અને કહેવાય છે કે આગામી છ મહિના સુધી આ લૉકડાઉન વધારવામાં આવી શકે છે. જો આવું થાય તો ટી-20 વર્લ્ડ કપનું આયોજન કોઈ રીતે શક્ય નથી. પરંતુ જો આઈસીસી ટી-20 વર્લ્ડ કપ આવતા વર્ષ એટલે કે 2021 સુધી સ્થગિત કરવામાં આવે તો 2021 માં ભારતમાં યોજાનાર વર્લ્ડ કપની આઠમી આવૃત્તિ સમયે મુશ્કેલીઓ થશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK