ICC World Cup 2019:બ્રેંડન મૈકુલમે વર્લ્ડ કપની બધી મેચની કરી ભવિષ્યવાણી

Jun 01, 2019, 15:27 IST

ICC World Cup 2019: બ્રેંડન મૈકુલમનું માનવું છે કે અફઘાનિસ્તાનની ટીમ આ વર્લ્ડ કપમાં માત્ર બે મેચ જ જીતી શકશે. તે બાંગ્લાદેશ અને શ્રીલંકાને માત આપવામાં સફળ રહેશે.

ICC World Cup 2019:બ્રેંડન મૈકુલમે વર્લ્ડ કપની બધી મેચની કરી ભવિષ્યવાણી
બ્રેંડન મૈકુલમ

ક્રિકેટનો ક્રેઝ ફેન્સના માથે ચઢીને બોલી રહ્યો છે. ICC ક્રિકેટ વર્લ્ડ કપ 2019 શરૂ થઇ ચૂક્યો છે અને ફેન્સમાં પણ તેનો ક્રેઝ સ્પષ્ટ જોવા મળે છે. કેટલાય ક્રિકેટર્સ અને એક્સપર્ટ્સ પણ આ વિશ્વકપ વિશે પોતાની ભવિષ્યવાણી કરીને ચર્ચામાં રહેવું પસંદ કરે છે. જો કે, મોટાભાગના વિશેષજ્ઞો 2019 વર્લ્ડ કપના સેમીફાઇનલમાં પહોંચનારી ચાર ટીમ વિશે ભવિષ્યવાણી કરવામાં વ્યસ્ત છે, પણ ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન બ્રેંડન મૈકુલમ તે બધાંથી આગળ નીકળી ગયા અને લગભગ બધી મેચના પરિણામોની ભવિષ્યવાણી કરી નાખી. રસપ્રદ બાબત એ છે કે અત્યાર સુધી તેની ભવિષ્યવાણી તદ્દન યોગ્ય રહી છે.

મૈકુલમે ઇન્ગ્લેન્ડ, ભારત અને ઑસ્ટ્રેલિયાનું સેમીફાઇનલમાં પહોંચવું નક્કી છે એ જણાવ્યું છે. જોકે, ચોથું સ્થાન તેણે ખાલી મૂકી દીધું છે અને કહ્યું કે બેટર રનરેટવાળી ટીમ આ સ્થાને પહોંચશે. મૈકુલમ પ્રમાણે ચોથા સ્થાને ન્યૂઝીલેન્ડ, વેસ્ટઇન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ હશે.

37 વર્ષના મૈકુલમનું માનવું છે કે અફઘાનિસ્તાનની ટીમ આખી ટૂર્નામેન્ટમાં માત્ર બે જ મેચ જીતવામાં સફળ રહેશે. તે બાંગ્લાદેશ અને શ્રીલંકાને માત આપી શકશે. વિકેટકીપર બૅટ્સમેન પ્રમાણે શ્રીલંકા અને બાંગ્લાદેશ સ્કોરબૉર્ડમાં સૌથી નીચે રહેશે.

પૂર્વ કીવી કેપ્ટનની ભવિષ્યવાણીને ઑસ્ટ્રેલિયાના પૂર્વ મહાન ઓપનર માર્ક વૉનું સમર્થન મળ્યું છે. મૈકુલમે ઇન્ગ્લેન્ડને ખિતાબની પ્રબળ દાવેદાર જણાવી છે અને કહ્યું કે તે 9માંથી 8 મેચમાં જીત નોંધાવશે. ઇન્ગ્લેન્ડની ટીમ માત્ર ઑસ્ટ્રેલિયા સામે પરાજિત થશે. જ્યારે વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ટીમ ઇન્ડિયા વિશે તેણે કહ્યું છે કે વિરાટ સેનાને માત્ર ઇન્ગલેન્ડની ટીમ માત આપી શકે છે.

આ પણ વાંચો : વર્લ્ડ કપમાં વૉર્નર, રાશિદ અને જોફ્રા આર્ચર ધૂમ મચાવશે: સચિન તેન્ડુલકર

મૈકુલમે એ પણ કહ્યું છે કે ઑસ્ટ્રેલિયાને આ વિશ્વ કપમાં ત્રણ પરાજયનો સામનો કરવો પડશે. કંગારૂ ટીમને વેસ્ટઇન્ડિઝ, ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાન આ ત્રણે ટીમ માત આપશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK