બ્રાઝિલ 21મી વાર કોપા અમેરીકા ટુર્નામેન્ટની ફાઇનલમાં પહોંચ્યું, આર્જેન્ટીનાને 2-0થી હરાવ્યું

Published: Jul 03, 2019, 18:52 IST | Mumbai

સેમી ફાઇનલમાં બ્રાઝિલે 2-0થી આર્જેન્ટીનાને હાર આપી હતી. બ્રાઝિલના બ્રેબિયલ જીસસે 19મી મિનિટે અને રોબટરે ફિર્મિનોએ 71મી મિનિટે ગોલ કર્યો હતો. મહત્વનું છે કે કોપા અમેરીકા ફુટબોલ ટુર્નામેન્ટમાં બ્રાઝિલ 21મી વખત ફાઇનલમાં પહોંચ્યું છે.

આર્જેન્ટીનાને હરાવી બ્રાઝિલ 21મી વાર કોપા અમેરીકાની સેમી ફાઇનલમાં પહોંચ્યું
આર્જેન્ટીનાને હરાવી બ્રાઝિલ 21મી વાર કોપા અમેરીકાની સેમી ફાઇનલમાં પહોંચ્યું

Mumbai : કોપા અમેરીકા ફુટબોલ ટુર્નામેન્ટમાં બ્રાઝિલની ટીમે શાનદાર પ્રદર્શન કરતા આર્જેન્ટીનાને હરાવીને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. સેમી ફાઇનલમાં બ્રાઝિલે 2-0થી આર્જેન્ટીનાને હાર આપી હતી. બ્રાઝિલના બ્રેબિયલ જીસસે 19મી મિનિટે અને રોબટરે ફિર્મિનોએ 71મી મિનિટે ગોલ કર્યો હતો. મહત્વનું છે કે કોપા અમેરીકા ફુટબોલ ટુર્નામેન્ટમાં બ્રાઝિલ 21મી વખત ફાઇનલમાં પહોંચ્યું છે. આ 21માં થી 9 વખત બ્રાઝિલે આ ટાઇટલ જીત્યું છે.

બ્રાઝિલની શરૂઆતથી જ આક્રમક રણનીતિ રહી હતી
આર્જેન્ટીના સામે બ્રાઝિલે મેચ શરૂ થતાં જ આક્રમક રણનીતિ અપનારી હતી. તેને 19મી મિનિટે સફળતા મળી હતી. જીસસે ટીમ માટે પહેલો ગોલ કરતા લીગ અપાવી હતી. મેચના બીજા હાફમાં આર્જેન્ટીનાએ આક્રમક રણનીતિ અપનારી, પરંતુ ખાસ અસર ન રહી. 71મી મિનિટે બ્રાઝિલના ફિર્મિનોને તક મળી. તેણે ગોલ કરતા ટીમને 2-0ની વિજયી લીડ અપાવી હતી.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

આ ટૂર્નામેન્ટમાં મેસ્સી નિષ્ફળ રહ્યો, માત્ર એક જ ગોલ કર્યો
ફુટબોલનો દિગ્ગજ ખેલાડી લિયોનેલ મેસીએ ટૂર્નામેન્ટમાં માત્ર એક જ ગોલ કર્યો હતો અને તે પણ પેનલ્ટી કોર્નરની મદદથી આવ્યો. આર્જેન્ટીનાએ છેલ્લે 1993માં કોપા અમેરિકાનું ટાઇટલ જીત્યું હતું. ગત વર્ષે આર્જેન્ટીનાને ફાઇનલમાં ચિલીએ 4-2થી હરાવ્યું હતું.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

1993 બાદ બ્રાઝિલે ચાર વખત જીત્યું ટાઇટલ
1993મા ટૂર્નામેન્ટનં ફોર્મેટ બદલાયા બાદ બ્રાઝિલ 6 વખત સેમિફાઇનલમાં પહોંચ્યું. ખાસ વાત છે કે બ્રાઝિલ છેલ્લી 5 વખત જ્યારે સેમિફાઇનલમાં આવ્યું, ત્યારે તેણે ફાઇનલમાં જગ્યા બનાવી. તેમાંથી ચાર વખત (1997, 1999, 2004, 2007 માં) તેણે ટાઇટલ કબજે કર્યું હતું.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK