વર્લ્ડ કપ 2019માં ભારતીય ટીમ માટે આવ્યા સારા સમાચાર

Published: Jun 20, 2019, 23:54 IST | London

ભારતીય ટીમ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ઓલરાઉન્ડર વિજય શંકરને ગંભીર ઈજા નથી અને તે રમવા માટે ફિટ છે. બીસીસીઆઈએ ગુરૂવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી.

London : ઇંગ્લેન્ડમાં ચાલી રહેલ વર્લ્ડ કપ 2019 માં મોટા ભાગની ટીમો ઇજાથી પરેશાન રહી છે. ત્યારે ભારતીય ટીમ પણ આમાથી બાકાત નથી. તેવામાં ભારતીય ટીમ માટે સારા સમાચાર આવી રહ્યા છે. ઓલરાઉન્ડર વિજય શંકરને ગંભીર ઈજા નથી અને તે રમવા માટે ફિટ છે. બીસીસીઆઈએ ગુરૂવારે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. બીસીસીઆઈએ વિજય શંકરની બેટિંગનો વીડિયો પણ શેર કર્યો છે. શનિવારે ભારતીય ટીમ પોતાની આગામી મેચ અફઘાનિસ્તાન સામે રમશે. ભારતીય ટીમ વિશ્વકપમાં ઈજાથી પરેશાન છે. શિખર ધવન તો વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે. ભુવનેશ્વર કુમાર ફિઝિયોની દેખરેખમાં છે. તે ભારત માટે આગામી ત્રણ મેચ રમી શકશે નહીં. આ વચ્ચે ગુરૂવારે વિજય શંકરની ઈજાના સમાચાર આવ્યા હતા.

વિજય શંકરને પ્રેક્ટીસ દરમ્યાન અંગુઠામાં ઇજા પહોંચી હતી
મળી રહેલ રિપોર્ટ પ્રમાણે વિજય શંકરને બુધવારે પગના અંગૂઠામાં ઈજા થઈ હતી. આ કારણે તે ટ્રેનિંગ સત્ર છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ તે ગુરૂવારે પણ ટ્રેનિંગ સત્રમાં ન આવ્યો. આ વચ્ચે મીડિયામાં તેની ઈજાના સમાચાર ફેલાય ગયા હતા. ત્યારબાદ સાંજે બીસીસીઆઈએ ટ્વીટર પર વિજય શંકરનો વીડિયો શેર કર્યો હતો.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

ધવનની જગ્યાએ રિષભ પંતનો ટીમમાં સમાવેશ થયો છે
વિજય શંકરે વિશ્વકપમાં અત્યાર સુધી એક મેચ રમી છે. તેણે પાકિસ્તાન વિરુદ્ધ મહત્વની મેચમાં બે વિકેટ ઝડપી હતી અને
15 રન પણ બનાવ્યા હતા. મહત્વનું છે કે, શિખર ધવન વિશ્વકપમાંથી બહાર થઈ ગયો છે અને તેના સ્થાને રિષભ પંતને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK